Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૬૩
વૈશંપાયન અને શુકને વેદને અધિકાર આપે છે તેમ શુદ્રોને પણ આપ્યો. તે છતાં વેદવ્યાસને માનનારા શ્રી વલ્લભાચાર્ય તથા સહજાનંદ સ્વામીના અનુયાયીઓ શુદ્રોને એ અધિકારથી વંચિત રાખે છે તે નવાઇની વાત છે. હરિજનો તેમના મંદિરોમાં જઈ શકતા નથી. જ્યાં સુધી પાયાથી આ ભેદો નિવારવાની વાત નહીં આવે ત્યાં સુધી વલ્લભાચાર્યને સામાજિક ક્રાંતિકાર અને શ્રીજી મહારાજને ક્રાંતિની દિશામાં કેમ માની શકાય?
શ્રી. પૂજાભાઈ: “પરિગ્રહ-પ્રાણુ અને પ્રતિષ્ઠા હેમિનાર તે ઘણું થયા છે પણ સંગઠન-સંસ્થાઓ દ્વારા અને તે સર્વાગી દષ્ટિએ પ્રશ્નો લેનારા ઓછા વિરલ જ છે. ક્રાંતિનું વાહન સંસ્થા ન બને તો વ્યકિત સુધી રહે એટલે તેવા લોકોને એ દિશામાં જનારાજ માની શકાય છે.”
શ્રી. ચંચળબેન ઃ “મારા પિતાજીને એકદા જાહેરમાં એક બહેને કહ્યું કે હું તે તમને ઢેઢકાકા કહીશ. મારા બાપુ તે સાંભળીને ખૂબ હસ્યા.
શ્રી. સવિતાબેન ઃ “અમને (શ્રી. નંદલાલભાઈને ) પણ શરૂઆતમાં લોકો ઢેઢ વાણિયા કહેતા. જ્યાં લગી વાત ચાલુ સમાજને ગળે ન ઊતરે ત્યાં લગી વિરોધ તો રહેવાને જ. વિરોધજ અગ્નિ પરીક્ષા છે. આપણે પ્રાણ-પરિગ્રહ પ્રતિષ્ઠા ત્યાગવાની જે વાત કરીએ છીએ એ માત્ર વાતો નથી પણ જીવંત આચાર છે તે તે ત્યારે જ ખ્યાલમાં આવે છે ?”
(૧૭-૧૦-૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com