Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
મહાકાલેશ્વર-તિલિંગ ત્યાંથી ડે દૂર છે. ઉજ્જૈનના રાજાના અતિઆગ્રહને કારણે મહાદેવનું લિંગ ફાટી પારસનાથ પ્રગટ થયા એવી લોકવાયકા છે. ટૂંકમાં તે વખતે મહાદેવ અને પારસનાથ એક થયા એ સાર છે.
હર્ષવર્ધન રાજાના ગુરુ મદ્રનાથ હતા. તેની બહેન રાજશ્રીના ગુરુ સિદ્ધસેન દિવાકર હતા. બૌદ્ધ ગ્રંથમાં એમને અવલોકિતેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. હર્ષને કાળ ઈ. સ. ૬૫૫ છે શંકરાચાર્યને કાળ તિલકજી ઈ. સ. ૬૮૮ ને માને છે. આમ આ બધી વાતને તાળો મળતો લાગે છે. આજે પણ સિદ્ધસેનજીએ કરેલ સર્વધર્મ સમન્વયની વાત એટલી જ અગત્યની છે અને એવા સાહિત્યની ઘણી જરૂર છે.”
શ્રી. માટલિયા: “સાહિત્યનું ખેડાણ :-(૧) ઉચ્ચ પ્રકારને આનંદ આપવા; (૨) સમગ્ર સમાજનું હિત વધારતે આનંદ આપવા; (૩) સમાજને જોડી રાખતી વિશાળ હૃદયભાવના પ્રગટ કરવા માટે થાય છે. આ ગુણે જે સાહિત્યમાં હોય તેને હું સાહિત્યક્ષેત્રને ક્રાંતિકાર માનું છું.”
વાલમીકિ આ દષ્ટિએ જોઈ શકયા છે “સંસાર નદીને કાંઠે, કાળ રૂપી પારધિએ, “ભેગવું” એવી વૃત્તિએ મેળવેલી આજીવિકાથી ધર્મને વીંધી નાખે છે. પોતે પણ બેટી આજીવિકાને અનુભવ લઈ ચૂકેલા એટલે કવિહૃદય ખળભળી ઊઠયું. તેમાંથી સજીવ કાવ્ય બન્યું.
રામે પિતા માટે ગાદી છોડી, ભાઈ માટે બધું સહે, પ્રજાની અધૂરી ઈચ્છાએ સીતાને છોડે, લમણે ઋષિ ખાતર જળસમાધિ લેવા પ્રેરે, જનક વિદેહી ખેતી વડે આજીવિકા ચોકખી કરે. વિજ્ઞાનને જે રાવણની દશેય ઇન્દ્રિયોએ માથું કાઢયું. બાપડે કેવો દુઃખી દુઃખી છે ? સીતાજીને માત્ર એક વાર મૃગમોહ ઉપજે છે! છતાં, તેમાંથી કેટકેટલું વીતે છે? અને અંતે પૃથ્વીમાં સમાવે છે. ત્યારે જ દુઃખોથી છૂટકારો મળે છે. આત્મા અને પ્રકૃતિ અથવા પ્રકૃતિ અને પુરુષની આ એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com