Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
દારૂસેવન, પરસ્ત્રીગમન વગેરે છોડાવ્યાં. લગ્નપ્રથામાં સુધારો કરાવ્યું. ભૂજ-કચ્છ વગેરે સ્થળે વામમાર્ગીઓ માંસાહારના લેભના કારણે હિંસામયયો ચલાવતા હતા; તે તેમણે બંધ કરાવ્યા. તેના કારણે તેમને જે કે ઘણું સહેવું પડયું. તેમના વિરોધીઓએ સૂબાને ઉશ્કેરી તેમને તેલની કઢાઈમાં નખાવવાનું કાવતરું રચ્યું પણ તેમાંથી તેઓ અણીના ટાણે ઉગરી ગયા. એટલે કે મૂલ્ય-પરિવર્તન કરાવવા માટે તેમને ઘણું આફત સહેવી પડી હતી.
તેમણે પોતાને નવો પંથ નહોતો કર્યો પણ તેમના અનુયાયીઓએ સ્વામીનારાયણ સંપ્રદાય ઊભો કર્યો. તેમના અવસાન પછી તેમના જીવનની સાથે એટલા બધા ચમકારે ગોઠવાઈ ગયા છે કે તેમના વાસ્તવિક જીવનનો પત્તો લાગતું નથી. રાજા રામમોહનરાય
ત્યારબાદ બંગાળના રાજા રામમોહનરાય આવે છે. હિંદુજ્ઞાતિમાં પરાણે સતી થવાને રિવાજ એવો ઘર કરી ગયેલું કે તેમની ભાભીને પણ એના ભોગ થતાં જોઈને તેમનું હૃદય કકળી ઊઠયું અને તેમણે તે વખતની બ્રિટીશ સતનત પાસે “સતી પ્રથા બંધ કરવાને કાયદે કરાવ્યો. તેઓ બ્રહ્મસમાજના પ્રચારક હતા. તેમણે ઉપનિષદેને અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. તેઓ ઈંગ્લાંડ જઈને આવ્યા હતા અને માનતા હતા કે અંગ્રેજી ભણવાથી હિંદુઓમાં આવેલી ઘણું સંકીર્ણતા દૂર થઈ શકશે.
તેમના વિચારોને લઈને તે વખતને રૂઢિચૂસ્ત બંગસમાજ તેમની વિરૂદ્ધમાં થઈ ગયો હતો છતાં તેમણે સમાજપરિવર્તન કરવામાં કોઈ વાતની પરવાહ ન કરી. વાડીલાલ મોતીલાલ શાહ
તેઓ પણ ચિતક સાહિત્યકાર હતા પણ તેમણે નિર્ભીક બનીને પ્રતિષ્ઠાને ત્યાગ કરી સામાજિક ક્રાંતિની દિશામાં ઝૂકાવ્યું હતું. તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com