Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૫૩
| સર્વાગી ક્રાંતિકાર પૈકી આદિ મનુ, ઋષભદેવ, રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ જેવાએ સમાજરચના અને સંધરચના કરીને સર્વાગી ક્રાંતિ કરી. એટલે તેમને સામાજિક ક્રાંતિકાર તરીકે અલગ ગણાવતા નથી. એવી જ રીતે મહાત્મા ગાંધીજીને પણ અલગ ગણુતા નથી.
આટલું વિવેચન કરી લીધા બાદ સામાજિક ક્ષેત્રના ક્રાંતિકાર તરફ આવીએ એમાં સામાજિક ક્રાંતિની દિશામાં ગયેલાઓને પણ લેશું. યાજ્ઞવક્ય મુનિ
એમને આપણે સામાજિક ક્રાંતિકાર નહીં પણ એ ક્રાંતિની દિશામાં ગયેલા માનીશું. એમણે યાજ્ઞવાક્ય સ્મૃતિ રચી છે તેમાં એમણે પહેલાં સમાજના કેટલાક પ્રચલિત નિયમોમાં સંશોધન અને પરિવર્તને સૂચવ્યાં છે. ચાતુર્વ સમાજ અને ચારે આશ્રમમાં એમણે પ્રચલિત મૂલ્યમાં પરિવર્તન કર્યું છે.
તેમને બે પત્નીઓ હતી; મૈત્રેયી અને કાત્યાયની. ગાગ એમની શિખ્યા હતી. ઉપનિષદમાં ગાગ સાથેના એમના સંવાદો મળે છે. યાજ્ઞવલક્ય મુનિ જ્યારે વાનપ્રસ્થાગ્રામ સ્વીકારવા તૈયાર થયા ત્યારે તેમણે બંને પત્નીઓને બોલાવી. પિતાની સંપત્તિ સેપતાં કહ્યું : “આને સ્વીકાર ! તમે બંને ઘર ચલાવજો !”
મૈત્રીયીએ પૂછયું : “તમને કાંઈ પણ જોઈતું નથી ?”
યાજ્ઞવલકયે કહ્યું: “હું સમાજને આધારે જીવવાને છું એટલે મારા માટે સંપત્તિની જરૂર નથી. કારણ કે હું ધરબાર ચલાવવાને નથી!”
મૈત્રીયીએ કહ્યું : “મને સંપત્તિ જોઈતી નથી. હું તમારે માર્ગે જઈશ !”
મૈત્રીયી સાથે મુનિ વાનપ્રસ્થ સ્વીકારે છે ત્યારે કાત્યાયની ગૃહસ્થી સંભાળી સંપત્તિ સંધરે છે. આમ મૈત્રેયી તરફથી બ્રહ્મચર્ય પાળીને ત્યાગ અને સમાજસેવાની પ્રેરણા અનેક બહેનોને મળે છે. મૈત્રેયી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com