Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૪૩
અંગ્રેજી અને યુરોપીયન ભાષામા તે ઉપરાંત ઘણું સાહિત્યકાર થઈ ગયા છે. ગેટ, મિટન, ડીકેન્સ, રૂ, માંગેલા, વેલ્સ, હેમિટન, માકર્સઓરિલિયસ વગેરેની પ્રતિભા પણ સાહિત્ય ક્ષેત્રમાં ચમકી હતી.
તે ઉપરાંત ઘણા સાહિત્યકાર થયા છે. કાલિદાસ જેવા ઘણા રાજ્યાશ્રિત રહ્યાં. તેથી તેમણે જે કાંઈ લખ્યું તે લકરંજન અને રાજયરંજન કરનારું સાહિત્ય લખ્યું એટલે એમના સાહિત્યથી સમાજમાં નવચેતના પ્રગટ થતી નથી. કેટલાક સાહિત્યકારોએ શૃંગારરસ કે તદ્દન હલકી શ્રેણીનું સાહિત્ય આપ્યું છે તેથી સમાજનું હિત નહીં પણ અહિત થયું છે. એટલે સાહિત્ય તરીકે એમનું સાહિત્ય પણ નગણ્ય છે. બાકી સાહિત્યક્ષેત્રના ક્રાંતિકારાના જે લક્ષમાં બતાવ્યા છે તેમાં ખપતા જાણ્યા-અજાણ્યા બધા સાહિત્યકારોને આમાં સમાવેશ થઈ શકે છે.
ચર્ચા-વિચારણા
પૂ. શ્રી દંડી સ્વામીએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : નેમિમુનિએ સવારે બહુ જ સારી રીતે સાહિત્યક્ષેત્રના ક્રાંતિકારે અંગે કહ્યું છે. એમનાથ મહાદેવના મંદિરમાં હેમચંદ્રાચાર્યે બેલેલા લોકે આજે પણ યાદ કરવાનું મન થઈ જાય છે.
સિદ્ધસેન દિવાકરનું નામ વૈદિક ગ્રંથમાં શ્રીચંદ્ર નામે છે. તેમને જેનસમાજે બાર વર્ષ અલગ કરેલા. મારા વિનયમને શંકરાચાર્યના ગુર ગૌડપાદાચાર્ય-પતંજલિ-ગેવિંદાચાર્ય વ. ના નામે ઓળખાય છે, તે આ શ્રી ચંદ્ર-સિદ્ધસેન હેવા જોઈએ. કહેવાય છે કે તેમને ચાર વર્ષની ચાર પત્નીઓ હતી. તેથી કરીને વરરૂચિ, વિક્રમ અને ભરથરી વગેરે ચાર પુત્ર થયા હતા. તેમને એક વૈદ્યક ગ્રંથ “રસહદય ” પણ છે.
ઉજ્જૈનમાં હું પાર્શ્વનાથ મંદિરના ગર્ભમાં ગયો હતો. અત્યારે ત્યાં જે પારસનાથની મૂર્તિ છે તે મૂળ મહાકાળેશ્વર હતા. આજે જે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com