Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૪૧
ગાંધીયુગના સાહિત્યકારે હિંદના બીજા ઘણા સાહિત્યકારે જેમાં ક્રાંતિકારનાં લક્ષણો હોય તેમને ઉમેરી શકાય છે. હવે ગાંધીયુગના કેટલાક સાહિત્યકારોને લઈને તેમાં કિશોરલાલ મશરૂવાળાનું નામ મોખરે આવે છે. તેમણે સમાજરચના પલટવા માટે અને માનવજીવનની વૃત્તિઓનું શોધન શી રીતે થાય એ વિષે શ્રેષ્ઠ સાહિત્ય સજર્યું છે. તેમના સાહિત્યમાં સત્ય, શિવ અને સુંદર ત્રણેને સમાવેશ થાય છે.
તેમના સાહિત્યમાં “જીવન શોધન” “કેળવણીના પાયા”, સંસાર અને ધર્મ” “સમૂળી ક્રાંતિ “ગીતા-મંથન” “ગીતા-ઇવનિ' બુદ્ધ અને મહાવીર”, “રામ અને કૃષ્ણ” “સત્યમયજીવન” સ્ત્રી-પુરૂષ-મર્યાદા” વગેરે છે.
મહાત્મા ગાંધીજીએ પત્રો દ્વારા સાહિત્યમાં સત્ય અહિંસાની ભાત પાડી છે. ત્યારબાદ ૫. જવાહરલાલ, કાકા કાલેલકર. શ્રી કેદારનાથજી મહાત્મા ભગવાનદીનછ ડો. ભગવાનદાસ, સ્વામી સત્યભક્ત, ડો. રાધાકૃષ્ણન વગેરેને પણ જે તેમનું સાહિત્ય સંસારને ઉપગી હોય અને ક્રાંતિનું ભાતું આપી શકે તો સાહિત્યિક ક્રાંતિકારમાં ગણવા ઘટે.
વિદેશી સાહિત્યકારે શેક્સપીયર
આ પછી પાશ્ચાત્ય સાહિત્યિક ક્રાંતિકારીમાં શેકસપીયરનું નામ ઉલ્લેખનીય છે. તેમનો જન્મ ઇગ્લાંડના સ્ટેટફર્ડ અપાન એહવાન નામના સ્થાનમાં ૨૩ એપ્રિલ ૧૫૬૪માં થયો હતો. તેમના પિતા ઊનને વેપાર કરતા હતા.
શેકસ્પાયરનું બચપણ દૂષિત વાતાવરણ અને ખરાબ ચરિત્રથી સંબંધિત રહ્યું. ત્યારબાદ તેમણે નાટકશાળામાં અશ્વરક્ષકની નોકરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com