Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૬
અપહરણ થાય છે અને દેવો તેમાં સાથ આપે છે. વાદળામાં દેવ આવી નાયકને સાથ આપે છે, ત્યાં દેવોની આધીનતા કેળવાઈ પણ માણસની સર્વોપરિતા ન સ્વીકારાઈ પરિણામે, સોક્રેટીસને ઝેરને ખ્યાલ પીવો પડે અને એ મહાન ચિંતક સાહિત્યકારને કરૂણ અંત આવ્યો.
સુકરાત પછી પ્લેટનું સાહિત્ય ઉચ્ચ ગણાય છે. એમાં કારીગર, રાજ્યકર્તા વગેરેના અમર સંવાદો આવે છે. પેલેટો અને એરિસટોટલ (પરસ્ત અને અસ્તુ) બન્ને પ્રીસના અમર સાહિત્યકાર જેવા છે. ત્યારપછી યુરોપિય સાહિત્યમાં લુટસ અને શિશિર સાહિત્યકાર આવે છે. પછી હેમર અને રૂસે આવે છે. ત્યાંના સમાજને અને વિશાળ રાજ્યને એક સમજુતી ઉપર ગોઠવવામાં આ બધાને ફાળો છે. આ બધા યુરોપના છે.
શેકસપિયર ઈંગ્લાંડને કવિ સાહિત્યકાર છે; તેણે સો વર્ષથી છિન્નભિન્ન તે વિભાગને એક કર્યો. મિલ્ટને ભાવમાં રહેલ શેતાન અને ભગવાન કેમ લડે છે તે કાવ્ય વડે બતાવ્યું, બાઈબલના ક્ષેત્રને વિસ્તૃત કર્યું. આમાં કેટલુંક ચિરંજીવ સાહિત્ય ખરૂં પણ અમૂક સામયિક એટલે તે કાળને યોગ્ય લખાયેલું છે તેનું મહત્ત્વ ત્યાં સુધી જ છે.
ટોસટોય, માકર્સ અને રકિનના સાહિત્યે સાંસ્કૃતિક ક્રાંતિની માનવતાની ભૂમિકા રચવામાં ખૂબ ફાળો આપ્યો છે.
ગાંધી યુગે કિશોરભાઈ વિનોબા, કાલેલકર, પંડિત નહેરૂ અને એવા ઘણા નાના મોટાં સાહિત્યકારો આપ્યા. પણ એ બધાનું સાહિત્ય, પછી નાથજીનું વિવેક અને સાધના હેય, કે ગીતામંથન કિશોરભાઈનું હેય પણ તેમાં મૂળ પ્રેરણ ગાંધી વિચારની છે; સત્ય
અને અહિંસાની છે. એટલે જગતમાં આ યુગના શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે ગાંધીજીને ગણાવી શકાય. સૂર્યની આસપાસ રહેની જેમ આ યુગે ગાંધી વિચારની આસપાસ ઘણું સાહિત્ય રચાયું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com