Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭૭
પુરાણપંથી લોકે ભડકયા છે. તેમને રૂઢિ કે પરિપાટીને ચુંટી રહેવું ગમતું નહીં, એ તેમણે “દ્વાત્રિશત્ શ્રાવિંશિકા” ગ્રંથમાં સ્પષ્ટ જણાવ્યું છે. તેમણે સિદ્ધાંતવાદીઓના એક સિદ્ધાંતનું, કે સર્વત્તને કેવળજ્ઞાન અને કેવળદર્શન એક ક્ષણના અંતર પછી થયા કરે છે યુકિત અને તર્કથી ખંડન કર્યું અને સિદ્ધ કર્યું કે તે યુગપત એક સાથે થાય છે.
તેમની અગાઉને જમાને આગમ પ્રધાન, શ્રદ્ધા પ્રધાન હતો. તેમણે ધર્મ અને દર્શનને જોવાની નવી પદ્ધતિ તર્ક અને પ્રમાણની આપી. તેમના “ન્યાયાવતાર” અને “સન્મતિતર્ક એની સાબિતી રૂપે છે સન્મતિ પ્રકરણ દ્વારા નયવાદનું મૂળ દૃઢ કર્યું અને નયવાદ, જ્ઞાન, ય વગેરેને અનેકાંતવાદ વડે સમજાવવાને પ્રયત્ન કર્યો. આજના વિજ્ઞાનને તર્ક તેમણે તે વડે લાગુ કરી લોકોને સત્યની પ્રાપ્તિ કરવાને ઉપાય બતાવ્યું. તેમણે બધાં દર્શનેને સમન્વય અનેકાંતવાદમાં કર્યો. - અનેકાંતને જેઓ અનિશ્ચિતવાદ માનતા, તેમને સમજાવવા આકર્ષક તકે પ્રમાણે રજૂ કરી ચર્ચા ગોઠવી, તેમણે કહ્યું: “જેના વિના વહેવારનું એક પણું કામ સિદ્ધ થઈ શકતું નથી તેવા અનેકાંતવાદને નમસ્કાર છે.”
તેમની કૃતિઓ ઉપરથી જણાય છે કે તેઓ જમ્બર સ્પષ્ટવાદી, સ્વતંત્ર વિચારક પ્રકૃતિના, તેજસ્વી અને પ્રતિભાએ શ્રુતકેવળી સમાન હતા. તેમની કૃતિઓમાં સ્પષ્ટ વિચારની ઝલક દેખાય છે. તેમણે નવા મૂલ્ય સ્થાપ્યાં હતાં એટલે તેમને સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકાર માની શકાય છે. આચાર્ય સમન્તભદ્ર
આચાર્ય સમતભદ્ર દક્ષિણમાં કાંજીવરમ (કાંચીપુર)ના હતા, તેઓ ક્ષત્રિય હતા. તેમણે તે વખતની પરંપરાગત જૈન સાહિત્યમાં આવતા આડંબરને ખુલ્લો પડકાર કર્યો હતો. “ આપ્તમીમાંસા"નેં પહેલે લૅક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com