Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૩૮
देवागमनभोयान चामरादि विभुतयः । मायावि स्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥
હે વીતરાગ દેવી દેવાગમન, છત્ર ધરાવવું કે ચામર લગાવવું એથી આપ મારા માટે મહાન નથી કારણ કે તે બધી વસ્તુઓ તે ઇજાળ કરનાર જાદુગરોમાં પણ જોવા મળે છે.
તેમણે એ રીતે ઈશ્વરવાદમાં એક નવો યુક્તિસંગત વિચાર મૂકો. સાથે સમાજમાં દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર, લેક વગેરેની જે મૂઢતાઓ સમ્યકદર્શનમાં બાધક હતી તેના ઉપર તેમણે રન કરંડ શ્રાવકાચારમાં સચોટ પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે ઉપરની પાંચ મૂઢતા હોય ત્યાં લગી સમઝર્શન ન થઈ શકે.
તેમણે અહિંસા-સત્યની જુની ભાષામાં નવું સંશોધન કર્યું. જૈન ન્યાયને નવો ઘાટ આવે તે માટે તેઓ ન્યાય તીર્થકર કહેવાયા. તે વખતે પ્રમાણમાં પ્રત્યક્ષમાં જે લેકમાં એન્દિયક પ્રત્યક્ષને જ પ્રત્યક્ષ માનવામાં આવતું જેનદર્શન એને પક્ષ માનતું હતું. એમણે પ્રત્યક્ષના બે ભેદ કર્યા - (૧) પારમાર્થિ પ્રત્યક્ષ અને સાંવ્યવહારિક પ્રત્યક્ષ. આ રીતે લોક પ્રત્યક્ષને સમન્વય કર્યો. નયો દ્વારા બધા દર્શનની સાથે જૈનદર્શનને સમન્વય કરવામાં તેમણે અજોડ ફાળો આપે છે. '
તેમના જીવનને એક પ્રસંગ છે કે તેમને ભસ્મક રોગ થયો અને વ્યાધિ માટે ખૂબ જ ખોરાક જોઈ એ. પણ ભિક્ષાચરીના નિયમ પ્રમાણે તે પૂરું થતું નહીં તેથી તેમણે સંથારે કરવાનું નક્કી કર્યું. પણુ ગુરુના કહેવાથી કાંચીપૂરમ ગયા અને ત્યાં મહાદેવના પૂજારી તરીકે રહ્યા. પુષ્કળ નૈવેદ્ય તેઓ આરોગી લેતા. તેથી તેમને રોગ શાંત થતા ગયા. તે વખતે કોઈએ તેમની ચાડી ખાધી કે એ તે જૈન છે, શૈવ નથી એટલે તેમણે પરીક્ષા અવસરે પોતાના પ્રભાવથી શિવને વીતરાગરૂપે બતાવી રાજાને પ્રભાવિત કર્યો. તેમને રોગ મટતાં તેઓ પાછા આચાર્યપદે સ્થાપિત થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com