Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
“યતા, સાદા કપડાં પહેરતાં, ઘરેણાંથી દૂર રહેતા. એ જોઈ રાણાએ ટકોર કરીઃ “જો આમ જ રહેવું હતું તે મને શા માટે પરવાં?" - મીરાંબાઈએ કહ્યું: “તમને પરણયાં પહેલાં જ હું શ્રીકૃષ્ણને વરી ચૂિકી છું. એટલે તમારી સેવામાં ખામી નહીં આવવા દઉં પણ બેગ-વિલાસ તરફ તે વળીશ જ નહીં.”
રાણાએ ખૂબ સમજાવી; રાણીની બહેન ઉદાબાઈએ ખૂબ સમજાવી પણ મીરાં ને “મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ”ને નાદ લાગી ચૂક્યો હતો. જે કોઈ તેમને સમજાવવા જતું તે તેમના રમે
માઈને આવતું. અંતે રાણાએ ઝેરનો પ્યાલો મોકલે કૃષ્ણ-ભક્તિના ઉલટભાવે તે ઝેર મીરાં ગટગટાવી ગઈ અને કંઈ ન થયું. અને મીરાંબાઈ ચિતોડને ત્યાગ કરે છે? અવ્યકત બળના સહયોગ અને પિતાના અદ્દભૂત આત્મબળે તે પગપાળા, મથુરા, વૃંદાવન, કાશી વગેરે તીર્થો કરે છે. * ત્યાં તેમને ભેટ છવા ગોસાઇથી થાય છે. સ્ત્રીને સ્પર્શ માત્ર નરકનું કારણ માનનાર એ ગોસાંઈ મીરાંબાઈના વાત્સલ્ય ભાવે પિતાના વિચાર બદલે છે અને બન્નેને સત્સંગ થાય છે. એક લંપટ સાધુ મળે છે પણ મીરાંબાઇના બ્રહ્મચર્ય-તેજના કારણે તે સુધરી જાય છે.
, અંતે મીરાંબાઈ સાધ્વી તરીકે ઓળખાય છે. તે દ્વારિકા જાય છે. જ્યાં જાય છે ત્યાં તેઓ ઠેર-ઠેર પિતાની ભક્તિમાં બધાને તરબોળ કરતાં જાય છે. - મીરાંબાઈએ મોટામાં મોટી બે વાત કરી કે એક તો જે લોકો ઓછા ભણેલા હોય, જેમને શુષ્ક વેદાંત કે કર્મકાંડની ગતાગમ ન હોય, તેવા લોકો માટે રસમય ભક્તિ માર્ગ તેમણે ચીધ્યો. જેથી કૃષ્ણ પ્રત્યે ભક્તિ-વાત્સલ્યમાં તરબોળ બની, અભણમાં અભણ માણસ પણ એ ભક્તિ કરી શકે. આ ભક્તિ પામવા માટે સરળ, અને પવિત્ર-હદયના બનવું જ પડે. સાથે જ બધાં પાપને એકરાર, પ્રાયશ્ચિત અને શુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com