Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
જોયું. તેમણે કહ્યું. “તારા ઉપર વિષય-વાસના અને મોહનું જે આવરણ છવાયું છે તેની મને ભિક્ષા આપ !”
વેશ્યા સમજી ગઈ કે કબીરજી તેને શરીર વેચવાનો ધંધો બંધ કરવાનું કહેતા હતા. તેણે કહ્યું, “શરીરની ચામડી જેવું એ થઈ ગયું છે.'
કબીરજીએ કહ્યું. “પણ તેના કારણે હડધુત થવાય ત્યારે કોઈકવાર કબીર મદદ કરવા આવી ચઢે. પણ હશે તે હંમેશાં આફત આવશે. હું તો હંમેશ માટે તારામાં માત-સ્વરૂપ પ્રગટાવવા આવ્યો છું. જેથી તું હમેશ માટે હડધૂત થતાં અટકી જાય !”
તે બહેને કબૂલ કર્યું અને સ્થાને ધંધે બંધ કર્યો અને આગળ જતાં સાધ્વી જેવું જીવન વીતાવવા લાગી. . . .
કબીરજી ઘણું સહનશીલ હતા. એના પણ બેએક પ્રસંગ છે. તેમની પ્રશંસા હિંદુ અને મુસલમાન બને કરતા એટલે બ્રાહ્મણો ચીડાયા. તેમણે કાવતરું રચ્યું અને એક બદચલન બાઈને કબીરનું નામ ખરાબ કરવા રોકી. રોજની જેમ કબીર વણેલું કપડું લઇને વેપારીને આપવા જતા હતા ત્યારે પેલી સ્ત્રીએ રસ્તો રોકીને જરા જોરથી કહ્યું કે
વહાલા, તમે તો ભારે કરી! મને ઘરે લઈ જવાનું કહીને કયાં ચાલ્યા ગયા હતા ?” - પેલાં લોકો ભેગા થયા. બીજા પણ ભળ્યા. કબીરજીએ જરા પણ ડર્યા વગર કહ્યું : “તારા માટે તે મારું ઘર સદા ખુલ્લું છે. ચાલ બહેન ”
તેઓ પેલી બાઈને ઘરે લાવ્યા અને ઘરમાં કહ્યું કે “મારી બહેન આવી છે. બધા લોકો કબીરના ઉમદા ચરિત્રથી દિંગ થઈ ગયા. પિલી બાઈએ પણ તેમના પગે પડીને માફી માગી; અને કહ્યું કે અમુક કાવતરાંખર માણસે તે બેગ બની છે. ( પિલા વિરોધીઓ ચૂપ ન રહ્યા અને તેમણે બાદશાહના કાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com