Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૧૬
રીતે હું તને જોઈ રહ્યો છું એવી જ રીતે મેં ઈશ્વરને જોયા છે. તારે ઈશ્વરને જેવા હેય તે હું કરું તેમ કરજે !” - તે યુવક તેમને શિષ્ય બની જાય છે. એ. સંત હતા. રામણ પરમહંસ અને તેમણે યુવકનું નામ રાખ્યું વિવેકાનંદ. તેમણે ત્યાં રહીને અબ સંશોધન – મનન કર્યું અને હિંદુ ધર્મના પુરસ્કર્તા બન્યા. તેમણે ભારતીય સંસ્કૃતિ અને ધર્મને પ્રચાર વિદેશમાં કર્યો. તેમણે વેદાંતમાંથી જનસેવાનું તત્વ શોધી કાઢયું. તેની જ ફલશ્રુતિરૂપે આજના રામકૃષ્ણ સેવાશ્રમે છે.
કલકત્તામાં એક વખતે ભયંકર ‘મરકીને રોગચાળો ફાટી નીકળે. લોક ટપોટપ મરવા લાગ્યા. બધાં શહેર છોડીને ભાગવા લાગ્યા. કોઈ માંદાની સારવાર માટે ન રહ્યું ત્યારે તેમણે રામકૃષ્ણ આશ્રમ - બેલુર મઠના સંન્યાસીઓને તૈયાર કર્યા. ભગિની નિવેદિતા સહિત સૌ દરદીઓની સારવારમાં રોકાઈ ગયા. દવાદારૂ માટે નાણાંભીડ ઊભી થઈ. આશ્રમમાં પૈસા ન હતા. અંતે સ્વામી વિવેકાનંદે કહ્યું: “પૈસા નથી તે આ મઠ શું કામનો છે? લોકો ભૂખે મરે અને આપણે મઠમાં મેજ કરીએ એ શોભે નહીં. મઠ વેચીને પૈસા ઊભા કરા” આવી હતી તેમની પરિગ્રહ છોડવાની તૈયારી. “બેલૂર - મઠ વેચાય છે.” સાંભળી લોકોની મદદનો પ્રવાહ શરૂ થયો અને સેવાનું કામ ઉકલી ગયું. . • સન ૧૮૯૩ ની સાલ!
ચિકાગોમાં જગતના બધા ધર્મોની પરિષદ મેળવાની હતી. તેમાં બધા ધર્મવાળા હતા, પણ હિંદુધર્મને નિમંત્રણ નહોતું મળ્યું. મળે તો પણ કઈ જવા તૈયાર ન હતું કારણ કે દરિયે પાર કરનારને નાતબહાર મૂકવામાં આવે. સવામી વિવેકાનંદ તૈયાર થયા. . . - પણ, તેમનું કામ સરળ ન હતું. ત્યાં કે તેમને સાંભળવા માગતું ને હતું. અંતે તેઓ ચિકાગોથી બોસ્ટન ગયા. ત્યાં એક વિધાન અધ્યાપક તેમના સંપર્કમાં આવ્યા અને એટલા પ્રભાવિત થયા કે ધર્મ પરિષદના આયોજકો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com