Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૧૪
બિજોય. એટલે તે જ વખતે બાદશાહના સિપાહીઓ આવ્યા અને કબીરને દરબારમાં આવવાનું ફરમાન કહ્યું. કબીર પેલી બાઈ સાથે દરબારમાં ગયા. તે બાઈએ સાચી વાત કહી, એટલે બાદશાહે ખુશ થઈ કબીરનું સન્માન વધાર્યું.
પણ વિરોધીઓ એટલાથી ચૂપ થઈને ન બેઠા. તેમણે દિલ્હીના બાદશાહ સિકંદર લોદીના કાન ભંભેર્યા. તેમને ત્યાં હાજર થવાનું ફરમાન આવ્યું.
દિલ્હી દરબારમાં તેઓ થોડાક મોડા પહેઓ. બાદશાહે પૂછયું : * કેમ મોડા પડયા ?”
કબીરજીએ કહ્યું: “માર્ગમાં એક તમાશો નિહાળો હો ?”
બાદશાહે પૂછયું: “એવો તમારો કર્યો હતો કે મારા દુકમની પણ તમે પરવાહ ન કરી?”
કબીરજીએ કહ્યું: “શું કહુ? એક સેયના કાણામાંથી અસંખ્ય Bટે પસાર થતાં જેમાં પણ એક કીડીને અટકી જતાં જોઈ?”
બાદશાહે કહ્યું: “આ તે નવાઇની વાત છે ! કહે તે સામું શું છે?”
કબીરે કહ્યું : “બાદશાહ આ સેય તે આંખની કીકીની અંદર રહેલ નાનકડો તલ છે. તેમાંથી અસંખ્ય જળચર, સ્થળચર, નભચર જોઇ શકાય છે પણ તેમાંથી એક હિંદુની આંખે મુસલમાન અને મુસલમાનની આંખે હિંદુ દેખાતું નથી. એ કીડી જેમ ખટકે છે, પણ બધાને અલ્લાહના બંદા માનીએ તો પછી એ કીડી નહીં અટકે
બાદશાહ તેમને જવાબ સાંભળી ફિદા થઈ જાય છે. તેમનું સન્માન કરીને મોકલે છે. પણ વિરોધીઓ તો ય ચૂપ રહેતા નથી. ફરી બાદશાહન ભંભેરે છે. એકવાર તેમને ગંગામાં ડુબાડવામાં આવે છે. બીજી વાર ગાંડે હાથી તેમના પર છોડવામાં આવે છે. બન્નેમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com