Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
આચરણની ત્રિવેણીમાં તેમને સ્નાન કરવું જ પડે. આ માર્ગ જનસાધારણ માટે સહેલો છે. બીજું એ કે તેમની (મીરાંની) પ્રેરણાથી તે યુગના અનેક બહેનોમાં જાગૃતિ આવી. આ ધમાક્રાંતિ સંસ્થા દ્વારા થઈ હત તે આજે પછાતવર્ગ અને નારી-સમાજની જે દશા છે તે ન રહેવા પામત અને તેઓ ખૂબ જ આગળ આવી શકત.
- સંત કબીર એવી જ રીતે હિંદુ-મુસ્લિમ-સંસ્કૃતિના મિલનનાં પ્રતીક જેવા સંત કબીરે પણ ધર્મક્રાંતિની દિશામાં પગલાં માંડ્યા હતાં. ઈ. સ. ૧૩૯૮માં એમને જન્મ કાશીમાં એક વિધવા બ્રાહ્મણ માતાની કુખે થયે, જેણે સમાજના ડરના કારણે કાશીના લહરા તળાવના કાંઠે એમને ત્યાગી દીધા. ત્યાં સૂતર જેવા આવેલ “નીમા' નામના મુસલમાને તેમને અપનાવી ઘરે આયા.
આ એક અદ્દભૂત સંગ જ હતો કે જે બાળકને મરવા માટે નાખી દેવામાં આવેલું તે બાળકને જીવતદાન મળે છે. નામ પાડવા કાજ આવે છે. તેનું નામ કુરાન ઉધાડતાં કબીર પાડવાનું નક્કી થાય છે. પણ વણકરના છોકરાને કબીર એટલે વિશ્વ નિયતા નામ કઈ રીતે આપી શકાય? બીજા કાજીઓ આવે છે. કોઈને ખબર પડે છે કે એ બાળક તે હિંદુ છે–બધા તેને કાફર ગણું મારી નાખવાનું કહે છે પણ પાલક માતા “નીરૂ” એને બચાવી લે છે. તેનું નામ કબીર રાખવામાં આવે છે.
મુસિલમ-વાતાવરણમાં ઉછરતે કબીર તિલક કરે છે, યજ્ઞોપવીત ધારણ કરે છે, “નમો-નારાયણ વદે છે. હિંદુઓને લાગે છે કે તે અમારા ધર્મની મશ્કરી કરે છે. મુસ્લિમો માને છે કે તે અમારે મઝહબ વટલાવી મારવા ઈચ્છે છે. આમ વિરોધી વાતાવરણ વચ્ચે કાપડના તાણાવાણું મેળવતા કબીર ભેટા થાય છે. - એ યુગના વિખ્યાત વિષ્ણુ સંત રામાનંદ રોજ સવારે ગંગાનાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com