Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦૨
યુરોપમાં ઇભાઈઓના બે ભાગલા પડ્યા (૧) રોમન કેથલિક અને (૨) પ્રોટેસ્ટંટ. પ્રિટેસ્ટંટ પણ પાછળથી અનેક સંપ્રદાયોમાં વહેંચાઈ ગયા. ' ચર્ચ (ધર્મસંઘ) સામેની આ ચળવળને Reformation (ધર્મ-સુધારો) કહેવામાં આવે છે. આ ધર્મપ્રવૃત્તિને વેગ આપવા માટે મુખ્ય ૬ કારણે હતા –(૧) દેવળ પાસે અઢળક પૈસો આવ્યો તેથી પિપ અને તેના હાથ નીચેના પાદરીઓ ઘમંડી; આળસુ, આપખુદ, વિલાસી, ભ્રષ્ટાચારી અને અનીતિમાન બની ગયા. જેથી લોકો તેમની વિરૂદ્ધમાં હતા.
(૨) ઘણા રાજાઓને પોપને અંકુશ ગમતો ન હતો. તેઓ પિપની સત્તા તેડવા માટે આતુર હતા. એટલે તેની વિરૂદ્ધ ચળવળ કરનારને મદદ આપવા તૈયાર હતા.
(૩) પાપમુકિતના પરવાના આપી કોને છેતરીને પૈસા પડાવવાને ધંધે કોઈને ગમતું નહીં. તેવામાં આવી ધાર્મિક છેતરપીંડીની વિરૂદ્ધ અવાજ બુલંદ થયો એટલે લોકો યૂથરને સાથ આપવા લાગ્યા.
(૪) લે કોમાં રાષ્ટ્રીયતા આવી ગઈ હતી અને તેથી તેમને પોપની સત્તા ગમતી નહીં. " (૫) નવ જાગૃતિથી લોકોને નવી દષ્ટિ મળી. નવી શાળા, પુસ્તકો, બાઈબલના ભાષાંતરે વગેરેથી બાઈબલની કેટલીક બાબતોને ખોટો અર્થ થતો અટકા; ધર્માધ્યક્ષની એકળતા જાહેર થઈ
(૬) ધર્મ અંગે લોકોને સ્વતંત્રતા જોઈતી હતી. તેમાં આ ચળવળના કારણે ઉમેરો થયો.
આ ધાર્મિક ક્રાંતિની અસર લાંબે સુધી પહોંચી. ઉત્તર યુરોપ આખું પ્રોટેસ્ટંટ થયું. દક્ષિણ-યુરોપ કેથેલિક રહ્યું. ધર્મના ત્રાસથી બચવા ઘણા લોકો અમેરિકા ભાગી ગયા. ત્યાં સંસ્થાને ઊભાં થયો. કેથલિક ધર્માધ્યક્ષે ઉપર સુધારો કરવાની ફરજ પાડવામાં આવી. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com