Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦૦
જોઈએ તેવી સફળતા ન મળી. આ શિથિલાચારને ડામવા માટે એક દઢ મનોબળીની આવશ્યકતા હતી.
તે સમયે સં. ૧૪૭૨ ને કાર્તિક સુદ પૂનમના રોજ લોકાશાહને જન્મ થયો. તેઓ નાનપણથી પ્રતિભાશાળી અને તીવ બુદ્ધિના હતા. એકવાર અમદાવાદના શાસક મહંમદશાહ પાસે સુરતના બે વેપારીઓ બે મેતી લઈને આવ્યા. મહંમદશાહે શહેરના ઉત્તમ ઝવેરીઓને બોલાવી તેની પરીક્ષા કરવા કહ્યું. લંકાશાહ પણ આવ્યા. તેમણે બરાબર તપાસીને કહ્યું : “આમાં એક મોતી તે ખરેખર કિંમતી છે. બીજું પાણી વગરનું છે.”
બાદશાહે સૂક્ષ્મદર્શક કાચથી જેઈને તપાસ કરાવી તે વાત સાચી નીકળી. તેથી બાદશાહે લોકાશાહને ખૂબ આદર અને હેદ્દો આપ્યો. પણ દરબારના નવાબશાહી રંગઢંગથી અને રાજકીય કાવાદાવાથી કાશાહનું મન અકળાઈ ઊઠયું અને તેમણે જીવનને નવી દિશામાં વાળ્યું.
લેકશાહના અક્ષરો ઘણું સુંદર હતાં. તેથી શાસ્ત્રોના ઉતારા કરવાનું કામ એમને સોંપવામાં આવ્યું. તેઓ લહિયા બન્યા. ઉતારા કરવા સાથે સાથે શાસ્ત્ર-વાચન પણ ચાલતું હતું. તેમાં જૈન સાધુસાથ્વી અને શ્રાવક-શ્રાવિકાના આચાર-વિચારનું વર્ણન આવ્યું. તેમાં લખેલ શાસ્ત્ર-આજ્ઞા પ્રમાણે ચતુર્વિધ સંઘનું જીવન બંધબેસતું ન હતું. તેમણે શાસ્ત્રની એક પ્રતિ પિતાના માટે ઉતારવાની શરૂઆત કરી.
ધીમે ધીમે તેમને ખરૂં રહસ્ય સમજાઈ ગયું. તેમણે એને ખુલ્લો પ્રચાર કરો શરૂ કર્યો. જૈન સંપ્રદાયમાં વિરોધનો વંટોળ ઊભો થા. સાધુઓએ અસહિષ્ણુ બનીને તેમનો બહિષ્કાર કરાવ્યું. પણ, લોંકામહ કંટાળ્યા નહીં. તેમની વાત ઘણા લોકોને સ્પષ્ટ અને યોગ્ય લાગવા માંડી. તેમાં કેટલાક સાધુઓ પણ ભળ્યા. લોકશાહે તેમને બધી વાત સ્પષ્ટ કહી અને જૈન સમાજમાં એક નવી ક્રાંતિ પેદા થઈ. ઘણા શ્રાવકો, જેઓ સાધુ-સાધ્વીઓના મનસ્વી વર્તનથી કંટાળ્યા હતા તે એમના સંધામાં ભળ્યા. જૈન સમાજમાં ક્રાંતિકારી વર્ગ તરીકે જે લે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com