Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
અબ્રાહમ લિંકન હવે અમેરિકા તરફ નજર નાખીએ. ત્યાંના પ્રેસીડેન્ટ અબ્રાહમ લિંકનનું જીવન પણ સાંસ્કૃતિક ક્રાંતિની દષ્ટિએ વિચારવા જેવું છે.
અમેરિકામાં તે વખતે ગુલામી પ્રથાનું બહુ જોર હતું. આફ્રિકનાં ટોળેટોળાં પકડીને ગુલામ તરીકે રાખવામાં આવતા. પછી તેમની પાસેથી વેઠ કરાવવામાં આવતી. તેમને કે તેમના વંશજોને કોઈપણ જાતને અધિકાર રહેતો નહિ ત્યાં સુધી કે તેમના બાળકોને શિક્ષણથી પણ વંચિત રાખવામાં આવતા હતા.
લિંકનને તેથી ઘણું લાગી આવ્યું. તેમણે બાઈબલ વગેરે પ્રથાને ઊંડાણથી અભ્યાસ કર્યો અને તેમને લાગ્યું કે બધા માને પ્રભુના સારા છે. પછી આમ એક માલિક અને બીજે ગુલામ રહે તે બરાબર નથી. ઈશ્વરની નજરમાં તે મૂકે છે. તેમણે તે પ્રથા દૂર કરવાને સંકલ્પ કર્યો.
પણ તે કામ સહેલું ન હતું. ધનિકે પિતાના ખરીદેલા ગુલામોને છોડવા માગતા ન હતા. તેમને એનાથી મોટી ખોટ સહેવી પડતી હતી. તેમના સુખી ભોગ-વિલાસવાળા જીવનમાં ગુલામની પરિચર્યા સહાયક હતી. લિંકને પિતાના વિચારો નિર્ભયતાથી રજૂ કરવા શરૂ કર્યા; ધીમે ધીમે તેમને મધ્યમ વર્ગના લોકોને ટેકે મળે અને અંતે આ ગુલામી પ્રથાને આખા વિશ્વમાંથી જાકારો મળ્યો. ગુલામી પ્રથાની નાબુદી સાથે લિંકનનું નામ હંમેશાં જોડાયેલું રહેશે.
અબ્રાહમ લિંકનને જન્મ એક ગરીબ અને સાધારણ પરિવારમાં થયો હતો. તેમણે વૈર્ય અને પુરૂષાર્થથી આગળ વધવાનું શરૂ કર્યું; પણ ભાગ્ય તેમની પરીક્ષા લેતું હોય એમ લાગ્યું. વેપારમાં તેમને બેટ આવી. ધારાસભાની ચૂંટણીમાં તેમને હારવું પડયું. ત્યારબાદ તેમની પત્નીનું મૃત્યુ થયું. એક પછી એક વિપત્તિમાં બે વર્ષ બાદ તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com