Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
આવીને બબડવા લાગ્યોઃ “તમને અમારી વિદ્યાની શું ખબર પડે ! તમે લેકે અશ્વવિદ્યા કે શસ્ત્રવિદ્યા જાણે!”
રાજકુમારને થયું કે આના પાખંડને ખોલવો જરૂરી છે. એટલે તેમણે કહ્યું: “બોલ ! આ લાકડામાં શું બળે છે?”
લાકડાં જ બીજું શું?” પાર્શ્વનાથે તે લાકડું હઠાવ્યું અને તેને ઠારીને તેમાંથી નાગ-નાગણના જોડાને બહાર કાઢયું; તે મરવાની અણી ઉપર હતું. પાર્શ્વનાથે તેને નમસ્કાર મંત્ર સંભળાવ્યો અને તેનો ઉદ્ધાર કર્યો. સાથે જ લેકેને પણ આવી ખોટી શ્રદ્ધા તરફથી દૂર કર્યા.
જૈન કથાનક પ્રમાણે નાગ-નાગણ મરીને ધરણેન્દ્ર અને પદ્યાવતી થયા. કમઠ તાપસને જીવ પણ મેઘકુમાર દેવરૂપે થશે. પાર્શ્વનાથને લાગ્યું કે મારે આખા સમાજને તૈયાર કરવો પડશે તે વખતે લોકો માટે આ નવું હતું. દેવસમાજ કે નૃપસમાજ પણ ભોગ, વિલાસ અને તેહિક સુખમાં પડ્યો હતે. પાર્શ્વનાથ માટે એક આકરી કસોટીને એ સમય હતે.
તેમના સહાયક રૂપે કેવળ ધરણેન્દ્ર અને પદ્યાવતી હતા. કમઠ તાપસે પણ દેવ રૂપમાં તેમને અનેક કષ્ટો આપ્યાં પણ પાર્શ્વનાથ અડગ રહ્યા. જ્યારે તેમને પૂર્ણ જ્ઞાન થયું ત્યારે લોકો તેમની તરફ વળ્યા. તેમણે ચતુર્યામ સંવર ધર્મની સ્થાપના કરી અને તીર્થ (સંધ)ની રચના કરી. તેમણે ધીમે ધીમે ચોમેરની ક્રાંતિ કરી ! " ભગવાન પાર્શ્વનાથના સંપ્રદાયમાં ભગવાન મહાવીરના માતાપિતા હતા એટલે તેમની ક્રાંતિનો વારસે મહાવીર પ્રભુને મળ્યો. તેમણે એમાં બ્રહ્મચર્યવ્રત ઉમેરીને પાંચ મહાવ્રત બનાવ્યા. ત્યારે પાર્શ્વનાથ અપરિગ્રહમાં તેને સમાવેશ કરી લેતા હતા. કહેવાય છે કે ભગવાન બુદ્ધના જીવન ઉપદેશ ઉપર પાર્શ્વનાથના સંપ્રદાયની ઊંડી છાપ છે કારણ કે પ્રારંભમાં એ સંપ્રદાયમાં તેઓ જોડાયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com