Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
“પણ, લગ્ન કોણ કરશે?” * - “જ કરીશ !” મુહંમદ સાહેબે કહ્યું. તેમણે માત્ર લગ્ન ન કર્યા પણ પત્નીને ખરેખરી અર્ધાગિની બનાવી. તે વખતે સ્ત્રીઓને પતિની ગુલામડી ગણવામાં આવતી એટલે મુહંમદ સાહેબના આ વર્તનના કારણે તેઓ ઘણાની ટીકાને પાત્ર બન્યા. તેમના ઘણા સાથીઓ પણ તેને મુહંમદ સાહેબને દંભ ગણાવી તેમની ધૃણા કરવા લાગ્યા–તેમનાથી દૂર રહેવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે તેમનું છડેચોક અપમાન પણ કરવા લાગ્યા. તેવા સમયે હજરત તે બંદગીમાંજ મસ્ત રહેતા અને ખરાબ બોલનારનું પણ ભલું થાય, એમજ ઈચ્છતા. આમ પ્રતિષ્ઠાને ત્યાગ, સિદ્ધાંત માટે કરતા તેઓ અચકાતા નહતા.
તેમણે જે કે રાજ્ય કર્યું પણ તે કબીલાઈઓમાં સંપ, સુલેહ અને શાંતિ કરાવવા માટે. તેઓ પરિગ્રહ-ત્યાગ માટે પણ એટલાજ સજાગ હતા. એક વખત તેમણે પિતાની પુત્રીના હાથમાં રેશમી રૂમાલ અને ચાંદીનાં કડાં જોયાં. તેથી તેમને ખૂબજ લાગી આવ્યું! “હું ગરીબ ! મારા ઘરમાં આ બધી વસ્તુઓ શોભે ખરી?” તેઓ મજીદમાં ગયા અને ત્યાં ખુદા આગળ રડીને પ્રાર્થના કરવા લાગ્યા. ઘણે વખત થઈ ગયા છતાં મુહંમદ સાહેબ ઘરે ન આવ્યા એટલે તેમની દીકરી ફાતિમાએ પોતાના પુત્રને તપાસ કરવા માટે મેક કે “નાના શા માટે નથી આવ્યા!”
જ્યારે હસન મજીદમાં પહોંચ્યો ત્યારે મુહંમદસાહેબે પિતાના દિલનું દુઃખ તેની આગળ ઠાલવ્યું. ફાતિમાએ એ બધું સાંભળ્યું. તેના દિલમાં પશ્ચાતાપ થયો અને તેણે બન્ને વસ્તુને ત્યાગ કર્યો. આમ પરિગ્રહ-ત્યાગ તેમના જીવનમાં ઠેર-ઠેર જોવા મળે છે.
એક દિવસ એવો હતો કે હજરત મુહંમદને મક્કાથી હિજરત કરવી પડી હતી. જોકે તેમની સીધી સાદી અને ભલી વાતોના પણ વિરોધી બની તેમના લોહીના પિપાસુ બની ગયા હતા. તેમના માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com