Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
સુધી લેતા. બંધ ઓરડામાં પૂરાઈ ભૂલ માટે એકાંતમાં આંસુ સારતા. પિતાની ભૂલે પ્રગટ કરવામાં નાનપ અનુભવતા નહીં. તેમણે લગ્ન પહેલાં સેક્યાને (પત્નીને) પિતાની ડાયરી વાંચવા આપી જેમાં સારી નરસી બધી વાતે લખી હતી. સેક્યા તેને વાંચીને રડી; પણ આવા સત્ય અને નિષ્કપટી પતિ મેળવવા માટે પિતાનું સદ્ભાગ્ય માનવા લાગી.
ગરીબો પ્રત્યે તેમને ખૂબજ સહાનુભૂતિ હતી. તેમને અમીરી- ત્યાગ, જાતમહેનત તેમજ ગરીબો માટેની શાળાઓ એના અણનમ સાક્ષી છે. તેઓ કહેતા “જ્યાં સુધી લાખો માણસો મુઠ્ઠીભર અનાજ માટે મુંહતાજ હોય ત્યાં મુઠ્ઠીભર માણસે મોજશોખ કરે એ શરમની વાત છે. શ્રમ અને સત્યથી જ શોષણ અટકી શકે છે. જયાં સુધી શ્રમ વડે સ્વાવલંબનની વાત નહીં આવે ત્યાં સુધી આ ગરીબ-તવંગરના ભેદે રહેવાના જ છે. એટલે મજૂરી અને શ્રમ એ સાચો ધર્મ છે.”
તેમના આવાં લખાણો અને વિચારોથી તે વખતને અમીર વર્ગ અને રાજકુટુંબ તેમના દુશ્મન બની ગયા હતા. તે છતાં તેમણે સત્ય જે રૂપે મળ્યું તે રૂપે રજૂ કર્યું; તેને મોટામાં મોટા શહેનશાહ આગળ રજૂ કરતાં પણ તેઓ અચકાયા નહીં. તેમણે જગતને મોટામાં મેટું સત્ય આપ્યું કે માનવ વડે માનવનું શોષણ એનાથી મોટું કઈ પાપ નથી.
તેમણે સત્યની શોધ અને સંસ્કૃતિના તત્ત્વોને પ્રચાર વિશ્વફલક સામે રાખીને કર્યો; તે અંગે તેમને જે કંઈ ભોગ આપવો પડ્યો, તે તેમણે આપે. તેમનાં વાવેલાં સંસ્કૃતિનાં બી, તેમના અવસાન પછી આખા વિશ્વમાં ઉગી નીકળ્યાં. એની આખા વિશ્વમાં ક્રાંતિકારી અસર થઈ.
લાઓસે એશિયામાં સાંસ્કૃતિક ક્રાંતિકાર થયા. તેમાં એક લાઓત્સ છે અને બીજા છે કેયૂશિસ લાઓસે ચીનના શૂ રાજ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com