Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ચીનના એક સમ્રાટને તેમની કીર્તિ અસહ્ય થઈ પડી. તેણે એમના ધર્મગ્ર બળવ્યા; લોકોને તેમના પુસ્તકે ભણવા માટે રોકયા ૫ણ તે સફળ ન થઈ શકે. કોન્યુશિયસે અમીરની શકિતને કદી વધવા ન દીધી, જેથી તેઓ ગરીબનું શોષણ કરી શકે
તેમને આ બધી વાતના કારણે બહુ જ કષ્ટમાં પડવું પડતું. તેમને નિયમ હતો કે જાતે કમાવેલ મૂડીને જ ઉપયોગ કરે. એકવાર ભૂખે રહેવાનો પ્રસંગ પડ્યો. તેમના શિષ્યએ પૂછ્યું : “ શ્રેષ્ઠ પુરૂષોએ આ રીતે કષ્ટ સહેવાં જોઈએ ?”
તેમણે કહ્યું : “એના કરતાં પણ કઠણ પ્રસંગે આવી શકે છે. કઠિણાઈઓ જ શ્રેષ્ઠતાની નિશાની છે.”
૧૬ વર્ષની ઉમ્મરે કેયુશિયસ ચીનયાત્રાએ ઉપડ્યા. તેમણે બાર વર્ષ જુદા જુદા રાજ્યોમાં ફરીને બ્રમણ કર્યું. લેકીને તેમણે પાંચ વસ્તુઓ વિશેષરૂપે સમજાવી –(૧) પ્રેમ (૨) ન્યાય (૩) શ્રદ્ધા (૪) વિવેક અને (૫) નિષ્ઠા. તેમણે ત્રણ મોટા ગ્રંથ લખ્યા.
તેમણે તે વખતે સંસ્કૃતિના બી વાવ્યાં તે પછી ઉગી નીકળ્યાં. પણ તે કાળે ચારે સંસ્થાનો અનુબંધ ન હોઈ તેની તાત્કાલિક અસર
દેખાઈ ૫ણ તેમની સાંસ્કૃતિક કૃતિને પ્રભાવ પાછળ જતાં એ રીતે પડ્યો કે ચીનની પ્રજા વિનીત, શિષ્ટ અને ભદ્ર બની. આજે પણ કોન્ફયુશિયસના સિદ્ધાંતનું આગવું મહત્વ વિશ્વમાં માનવામાં આવે છે.
ચર્ચા-વિચારણું શ્રી. માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ભારત સિવાયના બીજા દેશોના ક્રાંતિકારી પિતાના જીવન વડે સાંસ્કૃતિક મૂલ્યોને આગળ લાવ્યા તેમાં સુકરાત સિવાય બીજાં બે નામો પણ સ્મરણિય છેઃ(૧) પિરિકિશુ અને (૨) સુકરાતના ગુરુ એલેકઝાગોરસ. તેમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com