Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
[૭]
સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર-૨ સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર માટે ત્રણ કટીઓ મૂકી છે – (૧) વિશ્વફલક સામે રાખીને સંસ્કૃતિને વિચાર કરે. (૨) સત્યની સતત અદમ્ય શોધ ચાલુ રાખે, (૩) સત્યની શોધ માટે પ્રાણપ્રતિષ્ઠા-પરિગ્રહ હેમવાની તૈયારી રાખે, આ ત્રણ કટી ઉપર કેટલાક સાંસ્કૃતિક ક્રાંતિકારો અંગે વિચારી ગયા છીએ. બીજાને અને વિચાર કરવાને છે.
રવીન્દ્રનાથ ટાગોર ઉપરની ત્રણે કસોટીઓ ઉપર સર્વ પ્રથમ વિશ્વકવિ રવીન્દ્રનાથનું જીવન તપાસીએ. રવીન્દ્રનાથ ટાગોર (ઠાકર) ભારતમાં બંગાળના વતની હતા. તેમના માતાપિતા ઉચ્ચકુળના હેઈને તેમને સારું શિક્ષણ મળ્યું. તેઓ નાનપણથી જ ચિંતનશીલ હતા. એટલે દરેક બાબતનો ઊંડાણમાંથી વિચાર કરતા. તેમણે વિશ્વની સંસ્કૃતિના પ્રવાહ અને : ભારતીય સંસ્કૃતિ અંગે ઊંડું મને મંથન કર્યું. અને તેમણે વાર્તાઓ, નાટક, કાવ્યો અને નિબંધ રૂપે લાક્ષણિક રીતે “ઉલ્લેખ કર્યો. તેમણે વિશ્વફલક સામે રાખીને આ બધું કર્યું. તેમના ગીતાંજલિ કાવ્યસંગ્રહ ઉપર તેમને વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠતા રૂપે “બેલ પુરસ્કાર” , મળે, તે માટે તેમને બ્રિટિશ સરકાર તરફથી “સરને ઈલ્કાબ મળ્યો. પણ, તેમણે જોયું કે બ્રિટીશ સરકાર ભારતીઓને હીન ગણે છે; ગુલામ રાખવા માગે છે અને રાષ્ટ્રીયતાને કચડી નાખવા માગે છે એટલે 'તેમણે તે ઈલકાબ પાછો સરકારને આપે. આ ત્યાગ કંઈ “નાને-સુને નથી.
વિશ્વની સંસ્કૃતિઓનું અધ્યયન દેશ વિદેશના વિદ્યાર્થીઓ કરી શકે તે માટે તેમણે બલિપુરમાં શાંતિનિકેતનની અંદર “વિશ્વ ભારતી”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com