Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૩૦
પણ ખરેખર જોશો તે હીરા-મોતી કરતાં વધારે કિંમત અનાજની છે ! અનાજ હીરા કરતાં ય મધું છે.”
એની પાછળ રામચંદ્રજીને એ ભાવ હતો કે કેઈપણ માણસ આર્થિક મુશ્કેલીમાં તો નથીને? એટલે તેમનું લક્ષ્ય આર્થિક ક્રાંતિ તરફ હતું. રામચંદ્રજીના જમાનામાં કહેવાય છે કે કેઈ ભિખારી ન હતે. ધાર્મિક ક્ષેત્ર : . એમણે ધાર્મિક ક્ષેત્રમાં પણ ક્રાંતિ કરી હતી. તે વખતે આમ તો વર્ણવ્યવસ્થા હતી અને રામચંદ્રજીના દિલમાં ચારે વર્ષ માટે સરખી ભાવના હતી. તે વખતના બ્રાહ્મણ લેકના મનમાં શુદ્ધ અને પછાત ગણાતા વર્ગો પ્રત્યે ઘણાની ભાવના હતી. તેઓ પોતાને ઊંચા માનતા અને તેમને નીચા અને અસ્પૃશ્ય ગણતા.
પણ, રામચંદ્રજીએ જબર ક્રાંતિ કરી; અને રાવણ સાથેના યુદ્ધ વખતે તો અનાર્ય જાતિનાં રત્નોને વીણ–વીણીને તેમને અપનાવ્યાં અને આર્ય-અનાર્યને સમન્વય કર્યો. ગૂડ, શબરી, રાક્ષસ, વાનર વગેરે જાતિનાં લેકમાં નેતિક જાગૃતિ આણું.
શબરી વનમાં રહેતી હતી. દરરોજ સવારે વહેલા ઊઠીને તે ઋષિઓને આવવા-જવાને જે મુખ્ય રસ્તો હતો તે વાળીઝૂડીને સાફ કરતી. એક પણ કાંટો કે કાંકરો ન રહી જાય તેની તકેદારી રાખતી. આમ નિસ્વાર્થ પણે કામ કરતી શબરીને બદલામાં શું મળતું? કઈ તેને ઉપકાર માનવા તૈયાર ન હતા. ઋષિઓ માનતા કે તેમના તપને એ પ્રભાવ છે. એકવાર એક ઋષિ એની તપાસ કરવા વહેલા ઊઠ્યા. ત્યાં પેલી શબરીને ઝાડૂ વાળતી જોઈને લાલપીળા થઈને તડૂકી ઊઠ્યા : “અરે, ચંડલિની ! તું અમારે ધર્મભ્રષ્ટ કરે છે. રસ્તાને વાળીને અપવિત્ર કરે છે. માટે તેને વાળીશ નહીં.”
આમ શબરીને ગાળો મળતી. પણ શબરીએ બધું સહન કર્યું ! તેના દિલમાં ભગવાન રામની આ લાગી હતી. રામ આવવાના હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com