Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
સંયોગે અને પરિસ્થિતિ પ્રમાણે સમાજ-વિજ્ઞાનના કાયદાઓ બદલે છે. તે અક્ષર નથી. ચેતના અને માનવચેતના એટલે તે તો ફરતી જ રહેવાની છે.
આ ક્રાંતિ અને ક્રાંતિકાર અંગે તેમણે પહેલી વાત એ કરી છે –
(૧) ક્રાંતિકાર રાગ, દ્વેષ, ભય અને આશાથી મુક્ત હવે જોઈએ. એને આપણી ભાષામાં પૂર્વગ્રહથી મુકત કહીએ છીએ.
(૨) ચેતના છે માટે કોઈ નિયમ અફર ન હોવા જોઈએ.
(૩) તર્ક–જન્ય સ્વર્ગ કે મેક્ષનાં સુખ માટે નહીં પણ સમાજની તપાસ કરી તેની દુઃખમુકિતના ઉપાયો ક્રાંતિકારે આપવા જોઈએ. દા. ત. જે દવાથી દર્દીનું દર્દ જાય તેને જ ડોકટરો નિદાન માને છે. એ રીતે સમાજ-વિજ્ઞાનના પ્રયોગો થવા જોઈએ.
હવે ત્રણે મુદા વિગતવાર જોઈએ. અણધાર્યા એક દિવસમાં પૂર્વગ્રહથી મુક્ત થવાતું નથી. તેને માટે ક્રમપૂર્વકની તાલીમ જોઈએ. જેમ ક્રાંતિના શાસ્ત્રોને આપણે અભ્યાસ કરીએ છીએ તેમ આપણે પણ ઘડાવું જોઈએ. જેમકે રોજ સાચું બોલવું-બ્રહ્મચર્ય પાળવું વગેરે વ્રત વડે જાતને ઘડીને જ સમાજનું ખરું દર્શન થઈ શકશે. એવી જ રીતે ક્રાંતિકાર એ ધર્મયુક્ત ક્રાંતિને સાચા રવરૂપમાં સમજવી હોય તે આપણું ચિત્ત તે ઝીલવા યોગ્ય થવું જોઈએ. ક્રાંતિકારે જુદા જુદા સમાજશુદ્ધિના પ્રયે.ગ કરવો જોઈએ પછી જ તે સર્વાગી ક્રાંતિ કરી શકે છે. સર્વાગી ક્રાંતિ માટે તેને ચારે ય સંસ્થાને અનુબંધ હોવો જોઈએ.
ભગવાન કૃષ્ણ આવા પ્રયોગો વૃંદાવનમાં ભગવાન બુદ્ધ સારનાથની પાસે અને ભગવાન મહાવીરે લાદ્ધ પ્રદેશમાં કર્યા પછી જ સર્વાગી ક્રાંતિ કરી હતી. પહેલાં તો તેના પ્રયોગો નાના ક્ષેત્રમાં થવા જોઈએ. ડાંગર ખુણામાં રોપી પછી તેને અંકુરો વિશાળ ક્ષેત્રમાં વેરી દેવાય છે; તે રીતે પદ્ધતિસર સાચી અને સર્વાંગી ક્રાંતિમાં ક્રાંતિનું આ બધું તત્વ ગઠવવાનું છે.”
પૂ. દંડી સ્વામી: “ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com