Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
પૈસાદાર રેષે ભરાયા એટલે પંડિતએ કહ્યું: “વળી તે વિશ્રામના દિવસે પણ કામ કરવાનું કહે છે. દરેક વાતમાં નબી મૂસાનાં વાકયે ટકેિ છે પણ શેખી તે એટલી બધી છે કે ન પૂછો વાત!”
અંતે શાસ્ત્રીઓનું એક ટોળું તેમની સાથે ચર્ચા કરવા માટે આવ્યું. ઈશુએ તેમને પૂછયુંઃ “તમારે દીકરા કુવામાં પડી ગયો હેય તે તમે તેને કાઢે કે કેમ?”
કાઢવજ પડે–દિકરાની વાત જુદી છે.” તેમણે કહ્યું. પાંચ દિકરા હોય તે પાંચનું કામ કરીને?” ઈશુએ પૂછ્યું. “કરવું જ પડે?” તેમણે કહ્યું.
તે જેનું આખું કુટુંબ વિશ્વ છે–તે આખા વિશ્વનું કામ કરશે ને?” ઈશુએ તેમને સમજાવતાં કહ્યું? ” “વિશ્રામ દિવસને અર્થ એ છે કે છ દિવસ તમે સ્વાર્થમાં કાઢો છો તો એક દિવસ પરમાર્થમાં કાઢો. વિશ્રામ એટલે આળસનાં પૂતળાં થઈને પડ્યા રહેવું, અથવા મોજશોખમાં દિવસ ગાળવો, એમ નહીં પણ દીન, દુઃખી, અસહાયની સહાય કરવી! એટલે જ તે દિવસે પ્રાર્થના પણ રાખવામાં આવી છે! જેથી પ્રભુની આ આજ્ઞાનું પાલન કરી શકાય !”
આ બધી સાચી અને સચોટ વાત પંડિતને ગળે ન ઊતરી. તેઓ વધારે ગુસ્સે થઈ ઈશુને ગાળો ભાંડવા લાગ્યા. ઈશુએ તે તરફ કંઈ પણ લક્ષ ન આપ્યું.
આ રીતે ઈશુએ પિતાના સિદ્ધાંત તેમજ સત્ય માટે પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહનો ત્યાગ કર્યો અને બ્રહ્મચર્ય તેમજ સંયમી જીવન ગાળ્યું. પણ, આ બધું તેમણે વ્યક્તિગત રીતે કર્યું. જોકે તેમના પક્ષે હેવા છતાં રાજસત્તાથી દબાયેલા હતા. લેકસેવકે વેરવિખેર અને પુરાણપથી હતા; મૂડીદાર અને સત્તાધારીઓના ટેકેદાર હતા. રાજ્યસંસ્થા નિરંકુશ હતી, સાધક (ધર્મ) સંસ્થા તો તેમણે ઊભી કરેલી પણ, તેનો અનુબંધ રાજય કે જનતા સાથે ન હતો. એટલે તેઓ સર્વાગી કાંતિ તરફ પગરણ કરી શકયા પણ સર્વાગી ક્રાંતિ ઉપલાં કારણોસર ન કરી શક્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com