Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
જેકસા જલદી ઝાડથી નીચે ઉતર! હું આજે તારા મહેમાન બનવાને છું” ઈશુને આ પાપી સાથે આવો વહેવાર તેમજ તેની સાથે ભેજન લેવા જતા જોઈ ઘણું લેકો નારાજ થયા અને ઈશુની નિદા પણ કરવા લાગ્યા ! પણ ઈશુને આવી નિંદા-સ્તુતિની કયાં પડી હતી? તેઓ સીધા જેકસના ઘરે ગયા અને તેના અતિથિ બન્યા.
ઈશુને સત્સંગ થતાં જેકસનું હૈયું પીગળી ગયું. તેને તરત હદયપલટો થયો. તેણે ગદગદિત થઈને કહ્યું : “પ્રભો ! હુ મહાપાપી છું. મેં જેમની પાસેથી ખોટી રીતે ધન મેળવ્યું છે, તેમને ચારગણું પાછું આપવા ઇચ્છું છું. બાકીની સંપત્તિમાંથી અધ ગરીબોને આપવા માગું છું.”
જેકસને આ રીતે બદલાયેલ જોઈ લેકેને તેનાથી પણ વધાર આશ્ચર્ય થયું.
જેરુસલેમમાં તે વખતે અનેક ધાર્મિક રૂઢિઓ ચાલતી હતી. તે પ્રમાણે રજા (અવકાશ) ના દિવસે (રવિવારે) કેઈએ કામ નકરવું, એ પણ એક રૂઢિ હતી. એલકાના નામના એક માણસના હાથે પૂબ વાગ્યું હતું.
તે પટ્ટી બંધાવવા ડોકટર પાસે ગયો પણ ડોકટરે વિશ્રામને દિવસ હેઈને પટ્ટી બાંધવા ના પાડી. તે લેહી જામેલ હાથે ઈશુના વ્યાખ્યાનમાં ગયે. ઈશુની નજર તેના ઉપર પડતાં પૂછયું: “વાગ્યું છે? તો પટ્ટો કેમ ન બંધાવ્યું ?”
આજે વિશ્રામ—રજાને દિવસ છે. એટલે કેઈ બાંધતું નથી !' એક્કાનાએ કહ્યું: “જે વધારે કહું તે મને પાપી-અધમ કહે છે.” - ઈશુ તરત તેની પાસે ગયા અને તેને પદો તેમણે બાંધી દીધે.
આ અંગે ધર્મ પંડિતમાં ખળભળાટ થયે. તેમણે અમીરેને ભડકાવ્યા. ઈશું તે વખતે એક વાકય કહેતાઃ “સાયનાં નાકામાંથી ઊંટનું નીકળવું સરળ છે; પણ ધનિક લેકે સ્વર્ગના બારણુમાંથી નહીં નીકળી શકે!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com