Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
વાત જગદગુરુ શંકરાચાર્યે પાડી હોય એમ જણાય છે. ત્રણે જણાએ સાચી માનવસેવાનાં સંન્યાસના દ્વાર સાધુ – સંસ્થા મારફત ઉધાડી દીધાં છે. '
બૌદ્ધ ધર્મમાં તથ્ય સંદતિ અને મિથ્થા સંદતિ કહેવાય છે તેમ શંકરાચાર્યે પણ પારમાર્થિક દષ્ટિએ જગતને મિથ્યા કહ્યું છે અને વહેવારિક દષ્ટિએ જગતને સત્ય કહ્યું છે. તે “જીવ એ જ બ્રહ્મ છે. શ્રીમદ્જીએ કહ્યું છે –
જિનપદ નિજપ એક તેને પ્રાણીમાત્રના ગુણો લઇને એ દષ્ટિએ પૂજે પ્રેમ રાખે એમ પણ તેમણે (શંકરાચાર્યો) કહ્યું છે. એક વખત પૂર્વ સંસ્કારોના કારણે તેમણે ચાંડાલ સાથે ભેદભાવ કર્યો હતો પણ પાછળથી ચેતી ગયા હતા. શંકરાચાર્ય ઈશ્વરવાદી હતા ત્યારે જૈન અને બૌદ્ધ ધર્મમાં ઈશ્વરને જમતક્તા તરીકે માનવામાં આવતા નથી પણ કમને મહત્વ આપવામાં આવ્યું છે. મારા પ્રત્યક્ષ અનુભવની અને સાચી લાગતી વાત તો એ છે કે મને કતાં – ભોક્તા જીવ સ્વયં જ છે. પ્રાણીમાત્ર કર્મફળ જન્મજન્માંતરે ભોગવે જ છે; તે હકીકતે સિદ્ધ થયેલી અને થઈ શકનારી વાત છે.
મારા નમ્ર મતે જગળુરુ શંકરાચાર્યના દાદા ગુરુ ગેડવાજીએ માંડૂકય કારિકામાં “કર્મ ને ઈશ્વર માન્યો છે. જન્મ - જન્માંતરની કર્મ પરમ્પરા પ્રાણીમાત્રની (સમષ્ટિની) પ્રક્રિયામાં હોય છે, તો એને કર્મને મહાનિયમ કે ઈશ્વર બેમાંથી જે કહે તે એક જ છે.
આમ જોવા જશું તો બધા ક્રાંતિકારની સગી ક્રાંતિમાં સમન્વય લાગ્યા વગર નહીં રહે..
પૂ. નેમિ મુનિ: “ક્રાંતિકારોનાં જીવને અને અનુબંધ વિચારધારામાંથી સમજીને આપણે સર્વાગી ક્રાંતિના પાયાની ઈટ બનીએ; એ જ અપણા માટે આજના યુગે યુગ્ય છે. (૮-૮-૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com