Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ભગવાન મહાવીર આ અંગે પહેલાથી જ જાગૃત હતા. તેમણે માતૃદેવો ભવ” વગેરે સાંસ્કૃતિક સૂત્રને જીવનમાં સ્થાન આપી; જ્યાં સુધી માતાપિતા જીવતાં રહ્યાં–જાતે દીક્ષા ન લીધી એટલું જ નહીં, મુનિદીક્ષા અંગે દરેકના માબાપની સંમતિ જરૂરી ગણાવી છે. આ સાંસ્કૃતિક ક્ષેત્રે ક્રાંતિ હતી. પાલન અંગે પણ તેમણે પિતાના શ્રાવકને પ્રેરણા આપી હતી. એટલું જ નહીં, પ્રાણ પ્રત્યે ક્રૂરતા ન વર્તાવવામાં આવે તે માટે તેમણે પહેલા ત્રતના અતિચારમાં બંધ, વધ, છ વિચ્છેદ, અતિભાર, ભાતપણને વિચ્છેદ વગેરે અતિચારે બતાવ્યાં.
ભગવાન બુદ્ધ પણ ગોપાલન અંગે પિતાના ઉપાસકોને રેરણા આપી હતી. જીવનના સંસ્કારો જળવાઈ રહે તે માટે મધ્યમ માર્ગ કહ્યો. - (૫) રાજકીય ક્ષેત્રમાં તે બંનેએ રાજ્યસત્તાને ત્યાગ કરી અનેક રાજાઓને પ્રેરણા આપી હતી. ઘણાં તે રાજપાટ મૂકીને તેમની જેમ સંન્યાસી બની ગયા હતા. ઘણાએ તે પિતાને ત્યાં સમવાયીતંત્ર એટલે કે આજના (અનેક રાજાઓનું સહિયારું રાજ્ય) ગણતંત્ર જેવું રાજ્ય શરૂ કર્યું.
ભગવાન બુદ્ધના ઉપાસક લોકોમાં વજી લકે હતા. તેઓ ગણતંત્ર પદ્ધતિએ રાજ્ય ચલાવતા હતા. ભગવાન બુદ્ધ પિતાના ઉપદેશમાં આ વજજ લોકોના રાજ્યની પ્રશંસા કરી છે.
ભગવાન મહાવીરના ઉપાસકોમાં ૮ મલીવંશના અને ૯ લિચ્છવી વંશના એમ ૧૮ દેશના રાજાઓ હતા. તેમણે પણ ગણતંત્રીય રાજ્યપદ્ધતિ ચાલુ કરી હતી. તેઓ સહિયારું રાજ્ય ચલાવતા. આ રીતે રાજકીય ક્ષેત્રે બંનેની ક્રાંતિને સ્પર્શ થયો હતો.
" (૬) આધ્યાત્મિક ક્ષેત્રે બંનેની ક્રાંતિના કિરણે ખૂબ જ ફેલાયાં હતાં. તે વખતે કર્મકાંડી લેકે કેવળ સ્વર્ગ સુધી જ માનતા હતા. મેક્ષ જેવી કઈ વસ્તુની કલ્પના ન હતી. એક બાજુ ઉપનિષદ કાળને ઉદય થઈ રહ્યો હતો, પણ માણસના જીવનનું ઘડતર વ્યવસ્થિત રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com