________________
[ શ્રી વિજયપદ્ધતિજે સંઘની ભકિત કરે તે જાતિ કુળ નિર્મલ કરે,
છેદેજ દુર્ગતિ દોરડા નિજ નામને શશિમંડળે લખતે જલાંજલિ દેજ દુઃખને સ્વર્ગ શિવપદ સંપદા,
ટાળે જ તે જન અલ્પકાળે આધિ વ્યાધિ આપદા. ર૯ સ્પષ્ટાઈ–ઉપર જેમનું સ્વરૂપ જણાવ્યું તેવા સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા રૂપી શ્રીસંઘ તીર્થકરને પણ પૂજનીય છે, તે શ્રી ચતુર્વિધ સંઘની જે પુણ્યશાલી જીવો શુદ્ધ ભાવના પૂર્વક ભકિત કરે છે તેઓ પોતાની જાતિને એટલે માતૃ પક્ષને તથા કુલને એટલે પિતૃપક્ષને નિર્મળ કરે છે તથા તેઓ દુર્ગતિ એટલે નરકાદિ ખરાબ ગતિ રૂપી દોરડાને છેદી નાંખે છે અથવા તેઓ દુર્ગતિમાં જતા નથી, વળી તેઓ પિતાનું નામ ચંદ્રમંડળમાં લખાવે છે અથવા તેનું નામ અમર બની જાય છે. તેમજ તેઓ દુઃખોને જલાંજલિ આપે છે એટલે તેઓને દુઃખ ભેગવવાં પડતાં નથી અને તેમને સ્વર્ગની અથવા મોક્ષની સંપત્તિ પ્રાપ્ત થાય છે. વળી તેઓ આધિ એટલે મનની પીડા તથા વ્યાધિ એટલે શરીરની પીડાને જલદી દૂર કરે છે. ર૯ ઘર આંગણે તેના જ હોવે વૃષ્ટિ સોમૈયા તણી,
ઘરમાં દાખલ થાય રત્નનિધાન વર રળિયામણું; આ સુરલતા તેના ઘરે ઊગે જ ઘર પાવન કરે,
જે જનતણું શ્રીસંઘ તેને લાભ બેલેલા મળે. ૩૦ સ્પષ્ટાર્થ–પજ્ય સંઘ જે ભવ્ય જીવના ઘરને પવિત્ર કરે છે અથવા જેના ઘરમાં સંઘના પવિત્ર પગલાં થાય છે તેના આંગણામાં સેના મહેરેને વરસાદ વરસે છે. વળી તે જીવના ઘરને વિષે રત્નના ભંડારે થાય છે અથવા તેના ઘરમાં ઘણું ધન એકઠું થાય છે. તેમજ તેના ઘરના આંગણામાં સુરલતા એટલે સર્વ વાંછિતોને પૂરનારી કલ્પવેલડી વૃદ્ધિને પામે છે. એ પ્રમાણે પવિત્ર સંઘના પગલાંનું માહાત્મ્ય જાણવું. ૩૦ મહિમા ઘણો શ્રીસંઘને વાચસ્પતિ કહી ના શકે,
ભંડાર ગુણનો સંધ જાણે ભકિતથી ભવ તરી શકે; મુનિ આદિની સાપેક્ષતા એ ધર્મ કેરી સાધના,
મેર પી છે મેરથી પીંછા સદા રળિયામણું. ૩૧ સ્પષ્ટાર્થ – શ્રી સંઘને ઘણે મહિમા છે. તે મહિમાને સંપૂર્ણપણે તે બૃહસ્પતિ પણ કહી શકતા નથી તે બીજા માણસે તો ક્યાંથી જ કહી શકે ? કહેવાને સાર એ છે કે આ પૂજ્ય શ્રી સંઘ સઘળા ગુણેના ભંડાર જેવા છે. આવા સંઘની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org