Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૪
ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના સાધુ નામ ધરાવે છે. તે પણ પહેલાં તો કોઈ નિહ્નવ, કોઈ પરિગ્રહવાળા, પંચમહાવ્રતરહિત, અસંયમી હતા. તે સૌ પાછળથી જ નિગ્રંથપણું અંગીકાર કરી, પંચમહાવ્રતરૂપ સંયમ ગ્રહણ કરી સંયમી થયા છે. પણ કોઈ સંયમી ગુરુની પાસે ફરી દીક્ષા લીધેલ નથી. માટે તેમને પણ જૈનમતના સાધુ માનવા જોઈએ નહીં.
શ્રાવકોનો પ્રશ્ન :- વર્તમાનકાળમાં શ્રી તપાગચ્છમાં તમારા ગુરુ શ્રી વિજય રાજેન્દ્રસૂરિ તથા શ્રી નેમિસાગરજીના શિષ્ય રવિસાગરજી અને બુટેરાયજી અર્થાત્ બુદ્ધિવિજયજીના શિષ્ય શ્રી આત્મારામજી તથા ખરતરગચ્છમાં શ્રી શિવજી રામજી અને મોહનલાલ પ્રમુખ નિષ્પરિગ્રહી જેટલા સાધુ વિચરે છે. તેમાં તમારા ગુરુ રાજેન્દ્રસૂરિજી, નેમસાગરજી, શિવજી રામજી અને મોહનલાલજીને બાદ કરતાં બાકીના સર્વેએ સંયમી ગુરુ પાસે ફરીથી દીક્ષા લીધેલ છે. તે તો માનવા યોગ્ય છે ને ?
ધનવિજયજીનો ઉત્તર :- હે આર્યો, આત્મારામજીના લખ્યા પ્રમાણે મોહનલાલજી તો પહેલાં પરિગ્રહસહિત, મહાવ્રતરહિત, ખરતરગચ્છના યતિ હતા. પાછળથી નિગ્રંથપણું અંગીકાર કરી પંચમહાવ્રતરૂપ સંયમ અંગીકાર કર્યો. પણ તેઓ પીળાં કપડાં ધારણ કરી પોતાની પૂજા માનતા વધારવા જયાં તપગચ્છનું વર્ચસ્વ હોય ત્યાં તપગચ્છના બની તે પ્રવૃત્તિ કરે છે અને જયાં ખરતરગચ્છનું વર્ચસ્વ હોય ત્યાં ખરતરગચ્છના બની જાય છે. તેમની માયા અપરંપાર છે. “ગંગા ગયા તો ગંગાદાસ અને જમના ગયા તો જમનાદાસ” તેથી તમારા કહ્યા પ્રમાણે હોય તો અમો ના કહી શકતાં નથી.
શિવજી રામજી તો સાત્ત્વિક – ધ્યાની પુરુષ સંભળાય છે. તેઓએ પરિગ્રહત્યાગ ન કરી કોઈ પાસે ફેર દીક્ષા લીધી સંભળાતી નથી, તેનું કંઈ કારણ હશે. પણ લિંગ બદલાવ્યો નથી, તેથી તેઓ તો વિચારવંત પુરુષ જણાય છે.
તપાગચ્છના યતિ શ્રી મયાસાગરજીએ પરિગ્રહત્યાગ ન કરી, કોઈ પાસે ઉપસંપદગ્રહણ (ફરી દીક્ષા) કરી નથી, તેનું કારણ એ સંભવ છે કે અમુક