Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના મહાતમા બિરૂદધારક શ્રી વિજય દેવસૂરિ - તેમના શિષ્ય ન્યાયચક્રવર્તી બિરૂદધારક મહોપાધ્યાય શ્રી કૃષ્ણવિજયગણિ, તેમના શિષ્ય પંન્યાસ શ્રી ગંગવિજયજી, તેમના શિષ્ય પં. શ્રી ભાવવિજયજી ગણિ, તેમના શિષ્ય શ્રી મોહનવિજય ગણિ, તેમના શિષ્ય પં. શ્રી કસ્તૂરવિજયજી ગણિ, તેમના શિષ્ય શ્રી લક્ષ્મીવિજયજી ગણિ તથા પં. શ્રી ચતુરવિજય ગણિના શિષ્ય છીએ. પણ શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ કારણથી ગુરુ-ગચ્છપરંપરામાં શિથિલાચાર, અસંયમ પ્રવૃત્તિ શરૂ થઈ જાય અને કોઈ ક્રિયોદ્ધાર કરે તો તેવા સંયમી ગુરુની પાસે ફરી દીક્ષા લેવી. તે પાઠ દેવસૂરિકૃત જીવાનુશાસનવૃત્તિમાં આ મુજબ છે –
तत्पाठः॥ यदिपुनर्गच्छो गुरुश्च सर्वथानिजगुणविकलो भवति तत आगमोक्तविधिना त्यजनीयः परं कालापेक्षया योऽन्यो विशिष्टतरस्तस्योपसंपद्ग्राह्या न पुनः स्वतंत्रैः स्थातव्यमितिहृदयम् ॥
જો ગચ્છ અને ગુરુ એ બંને સર્વથા નિજગુણે કરી વિફળ હોય તો આગમવિધિએ ત્યાગવા યોગ્ય છે. પણ કાળની અપેક્ષાએ અન્ય કોઈ વિશિષ્ટ ગુણવાન સંયમી હોય તેની પાસે ફરી દીક્ષા (ચારિત્ર-ઉપસંપદ) ગ્રહણ કરવી, પણ સ્વતંત્ર કે ગુરુ વિના રહેવું નહીં. અમારી ગચ્છપરંપરામાં તો શિથિલાચારાદિ પ્રવૃત્તિ ન થઈ, પણ મહોપાધ્યાય કૃષ્ણવિજયજીથી ત્રીજીચોથી પેઢીથી શિથિલાચાર પ્રવૃત્તિ જાણીને આગમ-આજ્ઞાભંગનો દોષ ટાળવા અમે આગમ-આજ્ઞાથી શુદ્ધ એવા રાજેન્દ્રસૂરિજી પાસે ફરી દીક્ષા (ઉપસંપદ) ગ્રહણ કરી ક્રિયોદ્ધાર કરેલ છે. તેથી પ્રવૃત્તિમાં અમે તેમના શિષ્ય છીએ. શાસ્ત્રદષ્ટિએ ઉપસંપદ છીએ, કારણ કે આ આગમ-પ્રવૃત્તિ છે. અગાઉ પણ વજસ્વામીની શાખામાં, ચાંદ્રકુળમાં, કોટિકગણ, બૃહગચ્છ, તપાગચ્છ બિરૂદધારક ભટ્ટારક શ્રી જગચ્ચન્દ્રસૂરિ મહારાજે પોતાની શિથિલાચાર પ્રવૃત્તિ જાણી ચૈત્રવાલ ગચ્છીય શ્રી દેવભદ્રગણિ પાસે ફરી દીક્ષા લીધેલ. તે હેતુથી શ્રી જગન્દ્રસૂરિજીના શિષ્ય દેવેન્દ્રસૂરિજીએ ધર્મરત્નગ્રંથની ટીકાની પ્રશસ્તિમાં પોતાના બૃહદ્ગચ્છીય શ્રી મણિરત્નસૂરિજીનું નામ છોડી પોતાના ગુરુ શ્રી જગચંદ્રસૂરિજીને ચત્રવાલગચ્છના દેવભદ્રગિણિના શિષ્ય લખેલ તે પાઠ :