________________
ચરણાનુયોગ : પ્રસ્તાવના
તૃતીય બહુમાન જ્ઞાનાચાર અંતર્ગત આચાર્યનો મહિમા, આચાર્યની સેવાનું ફળ અને આચાર્યોનો વિવિધ પ્રકારો વિસ્તારથી ઉલ્લેખ કરાયો છે. ત્યારબાદ આચાર્ય તથા ગુરુની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ તેની સેવા સુશ્રુષાનું શું ફળ હોય છે એ બતાવ્યું છે. આ પ્રસંગમાં ગુરુના સાનિધ્યમાં રહેવાનું અર્થાત્ ગુરુકુલમાં નિવાસ કરવાના મહત્ત્વની ચર્ચા કરાઈ છે. ત્યારબાદ શિષ્ય દ્વારા ગુરુને પ્રશ્ન કરવા અને ગુરુ દ્વારા તેના ઉત્તર આપવાની વિધિનો ઉલ્લેખ કરાયો છે. આ પ્રસંગે એ પણ બતાવ્યું છે કે ઉત્તર આપતી વખતે ગુરુએ શિષ્યથી સત્ય છુપાવવું જોઈએ નહીં. આ ચર્ચાના પ્રસંગમાં બહુશ્રુત (જ્ઞાની)ના પ્રકારોની ચર્ચા કરાઈ છે. બહુશ્રુતની આ ચર્ચા ઉત્તરાધ્યયન-૧૧માં અધ્યયનમાં પણ વિસ્તારથી ઉપલબ્ધ છે. જેનું અહીં સંકલન કર્યું છે. આ રીતે પ્રસ્તુત ગ્રંથમાં કાલાચાર, વિનયાચાર, બહુમાનાચારનું વિસ્તૃત વર્ણન સંકલિત કરાયું છે.
પરંતુ જ્ઞાનાચારના શેષ ઉપાધાનાચાર, અનિત્ત્તવાચાર, વ્યંજન જ્ઞાનાચાર, અર્થશાનાચાર, તદુભયજ્ઞાનાચારની સંક્ષિપ્ત ચર્ચા ઉપલબ્ધ થઈ જાય છે. એટલા માટે પ્રસ્તુતગ્રંથમાં આગમોમાંથી જ વિષયોનું સંકલન કરાયું છે, માટે આગમોમાંથી તેનું વિસ્તૃત વિવેચન ઉપલબ્ધ ન હોવાથી અનુયોગના કર્તાએ તેનું અહીં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. આગળએ બધાની ચર્ચા કરશું.
૧
આચારાંગન ટીકામાં શીલાંકે આઠ પ્રકારના જ્ઞાનાચારોનો ઉલ્લેખ કર્યો છે. (૧) કાલાચાર (૨) વિનયાચાર (૩) બહુમાનાચાર (૪) ઉપધાનાચાર (૫) અનિન્હવાચાર (૬)વ્યંજનાચાર (૭) અર્થાચાર (૮) ઉભયાચાર વસ્તુતઃ આ આઠ જ્ઞાનાચારોમાં મુખ્ય રૂપથી જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયાનું વિવેચન કરાયું છે. (૧) કાલાચાર :
કાલાચારમાં જ્ઞાનપ્રાપ્તિના યોગ્ય સમયનો વિચાર કરાયો છે. જૈન પરંપરા એમ માને છે કે પ્રથમ વયથી લઈને અંતિમવય સુધી અર્થાત્ બાલ્યકાલથી લઈને વૃધ્ધાવસ્થા સુધી જ્ઞાનની સાધના કરી શકાય છે. બીજા શબ્દોમાં જ્ઞાનપ્રાપ્તિની સાધના જીવનપર્યંત ચાલી શકે છે. જૈનાચાર્યોએ આ સંબંધમાં પણ વિસ્તારથી ચર્ચા કરી છે કે- 'સ્વાધ્યાય અને જ્ઞાનાર્જન માટે યોગ્ય સમય કર્યો છે ? સામાન્ય રીતે તો બધા કાલને જ્ઞાન-પ્રાપ્તિ માટે યોગ્ય મનાયા છે. તેને ક્રમશઃ પૂર્વાન્ત, અપરાન્ત, પ્રદોષ અને પ્રત્યૂષ કહેવાયા છે. સ્વાધ્યાય માટે કે જ્ઞાનાર્જન માટે નિષિદ્ધની ચર્ચા કરતાં બતાવાયું છે કે સૂર્યોદયનો કાલ, સૂર્યાસ્તનો કાલ, મધ્યાન્હ અને
(૧) આચારાંગટીકા ૧/૧/૭ (ચ.પૃ.૫૭) (૩)ચ.પૃ. ૭૧-૧૦૦
Jain Education International
અર્ધરાત્રિનો કાલ આ ચાર કાલ અથવા આ ચાર સંધ્યા સ્વાધ્યાય માટે યોગ્ય નથી. આ રીતે સ્થાનાંગમાં પણ તે બધી સ્થિતિઓનું વિસ્તારપૂર્વક વિવેચન કરાયું છે. જેમાં સ્વાધ્યાય ન કરવો જોઈએ. આ રીતે જૈનાચાર્યોએ પણ આ સંબંધમાં વિસ્તારથી ચર્ચા કરી છે. કેટલી દીક્ષાપર્યાયવાળા વ્યક્તિને કયા આગમનું અધ્યયન કરાવવું જોઈએ, અધ્યયન માટે યોગ્ય વય, સમય અને સાધનાત્મક પરિપકવતાનો વિચાર જ કાલાચાર છે. (૨) વિનયાચાર :
વિનયાચારમાં આ તથ્ય ની વિસ્તારથી ચર્ચા કરાઈ છે કે
કે
ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોવો જોઈએ અને શિષ્યને ગુરુ આચાર્ય પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ. દુર્ભાગ્યથી આજે જ્યારે શિક્ષણ એક વ્યવસાય બની ગયું છે તેમાં વિનયનું સ્થાન ગૌણ થઈ ગયું છે. આજ તો જ્ઞાન ગુરૂમુખથી જ ઉપલબ્ધ થતું હતું ત્યારે શિષ્યને ગુરૂ પ્રત્યે આદર કે શ્રદ્ધાભાવ રાખવો અપરિહાર્ય હતો. કારણ કે આચાર્ય કે ગુરૂની પ્રસન્નતા પર જ જ્ઞાનની ઉપલબ્ધિ શક્ય હતી. આ ચર્ચાના પ્રસંગમાં જૈનાગમોમાં આચાર્યનું સ્વરૂપ અને તેના વિભિન્ન ભેદ વિસ્તારથી ઉલ્લિખિત છે. આ પ્રસંગે એ પણ બતાવ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય, ગુરૂ અને સહયોગી સાધકોની સેવાનું શું ફળ મળે છે. તેમાં એ બતાવ્યું છે કે- 'તથારુપ અથવા તો ગુણ સંપન્ન આચાર્યની પર્યુપાસના કરવાથી ધર્મશ્રવણનો લાભ મળે છે. ધર્મશ્રવણથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે. જ્ઞાનથી વિજ્ઞાન અર્થાત્ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે, વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થવાથી વ્યક્તિ હેયનો પરિત્યાગ કરે છે તેના ફળ સ્વરૂપ અનાશ્રવની પ્રાપ્તિ થાય છે. અનાશ્રવથી તપનો વિકાસ થાય છે. તપથી નિર્જરા કે કર્મક્ષય થાય છે અને જેનાથી અંતે અયોગી અવસ્થા કે મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં એમ પણ બતાવ્યું છે કે સાધકને માટે ગુરૂકુલવાસ અર્થાત્ ગુરુના સાનિધ્યમાં રહેવાની ઉપયોગિતા શું છે ? એ સ્પષ્ટ છે કે ગુરુના સાનિધ્યમાં રહેવાથી એક તો શિષ્યનું હૃદય શંકાઓથી આક્રાંત નથી હોતું, કારણ કે શંકા થતાં જ તેના સમાધાન માટે ગુરુનું સાનિધ્ય હોય જ છે. બીજી બાજુ તેના ચારિત્રનું પણ અનુરક્ષણ થાય છે. કારણ કે ગુરુનું સાનિધ્ય હોવાથી સહજરૂપથી ચારિત્રના દોષોનું સેવન નથી થઈ શકતું. આ બાબતમાં એક તથ્યની ચર્ચા પણ ઉપલબ્ધ થાય છે કે ગુરુએ શિષ્યથી સત્ય છૂપાવવું ન જોઈએ. અપસિદ્ધાંતનો આશ્રય લઈને આગમપાઠને તોડી ફોડીને વ્યાખ્યા ન કરવી જોઈએ.
અને પોતાના જ્ઞાનનું પ્રદર્શન પણ ન કરવું જોઈએ. તેને પ્રાજ્ઞ અને સાધક, પ્રશ્નકર્તા કે શ્રોતાની ઉપેક્ષા કે પરિહાસ પણ ન
(૨)ચ.પૃ. ૬૪-૭૦
54
For Private & Personal Use Only
www.jainelibrary.org