________________
ધર્મધ્યાનના ચાર પ્રકાર છે : (૧)આજ્ઞા વિચય : આગમ અનુસાર તત્ત્વ સ્વરૂપ તથા કર્તવ્યોનું ચિંતન કરવું (૨) અપાય વિચય : હેય શું છે તેનું ચિંતન કરવું (૩) વિપાક વિચય : હેયના કારણોનો વિચાર કરવો (૪)સંસ્થાન વિચય ઃ લોકના પદાર્થોની
આકૃત્તિઓ અને સ્વરૂપનું ચિંતન કરવું. વળી સંસ્થાન વિચય
ધર્માયાન ચાર વિભાગોમાં વિભાજીત છે. (અ) પિંડસ્થ ધ્યાન – આ કોઈ તત્ત્વવિશેષના સ્વરૂપના ચિંતનપર આધારિત છે. તેની પાર્થિવી આગ્નેયી, મારુતિ, વારુણી અને તત્વભૂ એ ચાર ધારણાઓ મનાય છે. (બ) પદસ્થધ્યાન - આ ધ્યાન પવિત્ર મંત્રાક્ષર આદિ પદોનું અવલંબન લઈને કરાય છે. (ક) રૂપસ્થધ્યાન – રાગ, દ્વેષ, મોહ આદિ વિકારોથી રહિત અર્હન્તનું ધ્યાન કરવું (ખ) રૂપાતીત ધ્યાન - નિરાકાર, ચૈતન્ય સ્વરૂપ સિદ્ધ ૫૨માત્માનું ધ્યાન કરવું.
શુકલધ્યાન : આ ધર્મધ્યાન બાદની સ્થિતિ છે. શુકલધ્યાન દ્વારા મનને શાંત અને નિષ્પ્રકંપ બનાવાય છે. તેની અંતિમ પરિણતી મનની સમસ્ત પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ છે. (૧) પૃથ વિતર્ક સવિચાર- આ ધ્યાનમાં ધ્યાતા ક્યારેક અર્થનું ચિંતન કરતાં કરતાં શબ્દનું અને શબ્દનુ ચિંતન કરતાં કરતાં અર્થનું ચિંતન કરવા લાગે છે. આ ધ્યાનમાં અર્થ, વ્યંજન અને યોગનું સંક્રમણ થતા રહેવા છતાં પણ ધ્યેય-દ્રવ્ય એકજ હોય છે. ( ૨ ) એકત્વ વિતર્ક અવિચારી- અર્થ, વ્યંજન અને યોગસંક્રમણથી રહિત એક પર્યાય વિષયક ધ્યાન, એકત્વ શ્રુત અવિચાર” ધ્યાન કહેવાય છે. (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ- મન, વચન અને શરીર વ્યાપારનો નિરોધ થઈ જાય અને માત્ર શ્વાસોશ્વાસની સૂક્ષ્મક્રિયા શેષ રહે ત્યારે ધ્યાનની આ અવસ્થા પ્રાપ્ત થાય છે. (૪) સમુચ્છિનક્રિયા નિવૃત્તિ – જ્યારે મન-વચન અને શરીરની સમસ્ત પ્રવૃત્તિનો નિરોધ થઈ જાય છે અને કોઈ પણ સૂક્ષ્મક્રિયા શેષ નથી રહેતી તે અવસ્થાને સમુછિન્ન ક્રિયા શુકલધ્યાન કહે છે. આ રીતે શુકલ ધ્યાનની પ્રથમ અવસ્થાની ક્રમશઃ આગળ વધતાં અંતિમ અવસ્થામાં સાધક કાયિક, વાચિક અને માનસિક સર્વે પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ કરી અંતમાં સિદ્ધાવસ્થા પ્રાપ્ત
કરી લે છે. જો કે નૈતિક સાધના અને યોગ સાધનાનું અંતિમ
લક્ષ્ય છે. ૧
(૬) વ્યુત્સર્ગ - વ્યુત્સર્ગનો અર્થ ત્યાગવું છે કે છોડવું છે. વ્યુત્સર્ગમાં આત્યંતર અને બાહ્ય બે ભેદ છે. બાહ્ય વ્યુત્સર્ગના ચારભેદ છે
(૧) કાયોત્સર્ગ– અમૂક સમય માટે શરીરના મમત્વનો
સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ
(૩) ઉપધિ વ્યુત્સર્ગ - વસ્ત્ર, પાત્ર આદિ મુનિજીવન માટેની આવશ્યક વસ્તુઓનો ત્યાગ કરવો અથવા તેમાંથી ઓછા કરવા.
ત્યાગ.
(૪) ભક્તપાન વ્યુત્સર્ગ- ભોજનનો પરિત્યાગ, આ અનશનનું જ રૂપ છે. આત્યંતર વ્યુત્સર્ગ ત્રણ પ્રકારનો છે.
(૧) કષાય વ્યુત્સર્ગ - ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોનો પરિત્યાગ કરવો.
(૨) સંસાર વ્યુત્સર્ગ- પ્રાણીમાત્ર પ્રત્યે રાગ-દ્વેષની પ્રવૃત્તિઓ છોડી સર્વે પ્રત્યે સમત્ત્વભાવ રાખવો.
(૩) કર્મ વ્યુત્સર્ગ - આત્માની મલિનતા મન-વચન અને શરીરની વિવિધ પ્રવૃત્તિઓને જન્મ આપે છે. આ મલિનતાના પરિત્યાગ દ્વારા શારીરિક, માનસિક એવં વાચિક
પ્રવૃત્તિઓનો નિરોધ કરવો. જૈનધર્મમાં પ્રાયશ્ચિત્ત એવં દંડ વ્યવસ્થા :
જો કે આપણે એ સ્મરણ રાખવું પડશે કે દંડ આપવાથી સાધકની આત્મશુદ્ધિ નથી થતી. ભલે સામાજિક કે સંઘવ્યવસ્થા માટે દંડ આવશ્યક હોય, પરંતુ જ્યાં સુધી અંતઃપ્રેરણાથી સ્વીકારતો નથી.ત્યાં સુધી તે આત્મશુદ્ધિ કરવામાં સહાયક નથી થતો. જૈન પ્રાયશ્ચિત્ત વ્યવસ્થામાં પરિહાર, છેદ, મૂલ, પારાંચિક
(૨) ગણ વ્યુત્સર્ગ - સાધના માટે સામૂહિક જીવનને આદિ બાહ્યતઃ તો દંડરૂપ છે, પરંતુ તેની આત્મવિશુદ્ધિની સમતાને છોડીને એકાંતમાં એકલા સાધના કરવી. લક્ષ્યમાં રાખીને આ પ્રાયશ્ચિત્ત અપાય છે.
પ્રાયશ્ચિત્ત અને દંડ : જૈનાચાર્યોએ માત્ર આચારના
વિધિ-નિષેધોનું પ્રતિપાદન કર્યું છે એવું નથી, પરંતુ તેનો ભંગ થવાથી પ્રાયશ્ચિત્ત તથા દંડની વ્યવસ્થા પણ કરી છે. સામાન્યતઃ જૈન આગમગ્રંથોમાં નિયમભંગ કે અપરાધ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું અને દંડ શબ્દનો પ્રયોગ સામાન્યતઃ "હિંસા"ના અર્થમાં થયો છે. તેથી જેને આપણે દંડ વ્યવસ્થાનારૂપમાં જાણીએ છીએ તે જૈન પરંપરામાં પ્રાયશ્ચિત્ત વ્યવસ્થાના રૂપમાં જ માન્ય છે. સામાન્યતઃ દંડ અને પ્રાયશ્ચિત્ત પર્યાયવાચી મનાય છે. પરંતુ બંનેમાં સૈદ્ધાંતિક અંતર છે. પ્રાયશ્ચિત્તમાં અપરાધ બોધની ભાવનાથી વ્યક્તિમાં સ્વતઃ જ તેના પરિમાર્જનની અંતઃપ્રેરણા ઉત્પન્ન થાય છે. પ્રાયશ્ચિત્ત અંતઃપ્રેરણાથી સ્વયં કરાય છે. જ્યારે દંડ અન્ય વ્યક્તિ દ્વારા અપાય છે. જૈન પરંપરા પોતાની આધ્યાત્મિક પ્રકૃતિને કારણે સાધનાત્મક જીવનમાં પ્રાયશ્ચિત્તનું વિધાન કરે છે. જો કે જ્યારે સાધક અંતઃપ્રેરિત થઈને આત્મશુદ્ધિ માટે સ્વયં પ્રાયશ્ચિત્તની યાચના નથી કરતા ત્યારે સંઘ વ્યવસ્થા
માટે તેને દંડ અપાય છે.
(૧) વિશેષ વિવેચન માટે જુઓ - યોગશાસ્ત્ર પ્રકાશ ૭,૮,૯,૧૦,૧૧.
1
Jain Education International
For Private71 ersonal Use Only
www.jainelibrary.org