________________
सूत्र २३२५
समाधि द्वारा सिद्धगति
સવ્વામ-વિરત્ત", खमतो
तओ से ओही भवइ, संजयस्स तवस्सिणो
भय-भेरवं I
| |
तवसा अवहड लेस्सस्स, दंसणं परिसुज्झइ । उड्ढं अहे तिरियं च सव्वं समणुपस्सति । ।
I
सुसमाहियलेस्सस्स, अवितक्कस्स भिक्खुणो सव्वतो विप्पमुक्कस्स, आया जाणइ पज्जवे ।।
जया से णाणावरणं, सव्वं होइ खयं गयं । तया लोगमलोगं च, जिणो जाणति केवली
Jain Education International
||
I
जया से दंसणावरणं, सव्वं होइ खयं गयं तया लोगमलोगं च, जिणो पासति केवली ।। पडिमाए विसुद्धाए, मोहणिज्जे खयं गए I असेसं लोगमलोगं च पासेति सुसमाहिए ।। जहा मत्थय सूइए, हताए हम्मइ तले , एवं कम्माणि हम्मंति, मोहणिज्जे खयं गए ।।
।
सेणावइम्मि निहए, जहा सेणा पणस्सति एवं कम्माणि णस्संति, मोहणिज्जे खयं गए ।। धूमहीणो जहा अग्गी, खीयति से निरिंधणे । एवं कम्माणि णस्संति, मोहणिज्जे खयं गए ।। सुक्क - मूले जहा रुक्खे, सिंचमाणे ण रोहति एवं कम्मा ण रोहंति, मोहणिज्जे खयं गए ।।
।
जहा दड्ढाणं बीयाणं, न जायंति पुणंकुरा । कम्म बीएसु दड्ढेसु न जायंति भवंकुरा ।। चिच्चा ओरालियं बोंदिं, नाम गोयं च केवली । आउयं वेयणिज्जं च, छित्ता भवति नीरए ।।
वीर्याचार ४१९
સર્વ કામ ભોગોથી વિરક્ત, ભીમ-ભૈરવ (ભયંકર) પરીષહ-ઉપસર્ગોનાં વિજેતા, તપસ્વી સંયતને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે.
જેણે તપ દ્વારા અશુભ લેશ્યાઓનો ત્યાગ કર્યો છે તેનું અવધિદર્શન અતિવિશુધ્ધ થાય છે. તથા ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યશ્ર્લોકમાં રહેતા જીવાદિ સર્વ પદાર્થોને તે જોવા લાગે છે. સુસમાધિયુક્ત પ્રશસ્ત લેશ્યાવાળા, વિકલ્પરહિત ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનાર અને સર્વબંધનોથી મુક્ત આત્મા મનનાં પર્યાયોને જાણે છે અર્થાત્ મન:પર્યવજ્ઞાની થઈ જાય છે.
જ્યારે તેનાં સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે ત્યારે તે કેવલ્ય જ્ઞાન પામી જિન બની સમસ્ત લોક અને અલોકને જાણે છે.
જ્યારે તેનાં સંપૂર્ણ દર્શનાવરણીય કર્મનો ક્ષય થાય છે ત્યારે તે કેવલ્ય જ્ઞાન પામી તે જિન બની સમસ્ત લોક અને અલોકને જુએ છે.
ભિક્ષુ પ્રતિમાઓની વિશુધ્ધ રૂપથી આરાધના કરવાથી તથા મોહનીય કર્મનાં ક્ષય થવાથી તે સુયોગ્ય આત્મા સંપૂર્ણ લોક અને અલોકને જુએ છે. જે પ્રમાણે તાલવૃક્ષનાં અગ્રભાગનું તીક્ષ્ણ શસ્ત્ર દ્વારા છેદન કરવાથી સંપૂર્ણ તાલ વૃક્ષ ધરાશાયી બને છે, એ જ પ્રમાણે મોહનીય કર્મનો ક્ષય થતાં સર્વ કર્મોનો નાશ થાય છે.
જેમ સેનાપતિનાં મૃત્યુથી સારી ય સેના અસ્તવ્યસ્ત થઈ જાય છે, તેમ મોહનીય કર્મનાં ક્ષયથી શેષ સર્વ કર્મોનો નાશ થાય છે.
જેમ ધુવાડા રહિત અગ્નિ બળતણના અભાવે શાંત થાય છે, તેમ જ મોહનીય કર્મનો ક્ષય થતાં શેખ સર્વ કર્મોનો ક્ષય થાય છે.
જેમ સુકાઈ ગયેલા મૂળવાળું વૃક્ષ જલસિંચનથી પણ હર્યુભર્યું થતું નથી તેમજ મોહનીય કર્મનાં ક્ષયે શેષ કર્મ ઉત્પન્ન થતાં નથી.
જેમ બળેલા બીજ ફરી ઉત્પન્ન થતાં નથી તેમજ કર્મબીજનાં નાશથી ભવબીજ ઉત્પન્ન થતાં નથી.
ઔદારિક શરીરનો ત્યાગ કરી નામ, ગોત્ર,આયુ અને વેદનીય કર્મને છેદી કેવલી ભગવાન કર્મ રજથી સર્વથા મુક્ત બને છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org