Book Title: Charnanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 630
________________ * ચરણાનુયોગ - ધર્મનો મૂળ આધાર છે "ખાચાર'. આચારને જ જૈન પરિભાષામાં 'ચરણ”. કહેવામાં આવે છે. આચાર- ધર્મ સંબંધી વિધિ, કલ્પ, નિષેધ વગેરેનું સર્વાગી વિવેચન 'ચરણાનુયોગ' નો વિષય છે.. * પ્રસ્તુત 'ચરણાનુયોગ’ માં પાંચ ખંડ છે - 1. જ્ઞાનાચાર ૨.દર્શનાચાર, 3. ચારિત્રાચાર | 4. તપાચાર અને 5, વીર્યાચાર. જ્ઞાન-દર્શનની સાધના - આરાધના પણ આચારનું જ એક અંગ છે. આચારની પહેલાં વિચારની શુદ્ધતા અને દૃઢતા માટે જ્ઞાન- દર્શનનું સ્વરૂપ સમજવું જરૂરી છે. આથી જ્ઞાનાચાર- દર્શનાચારને સમજીને પછી ચારિત્રાચારનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ચારિત્રાચાર- સર્વાધિક મહત્વપૂર્ણ છે, વિશાળ પણ છે. પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચનમાતા, સામાચારી, સંઘ- ગણ- વ્યવસ્થા અને શ્રાવકધર્મ વગેરે સમસ્ત વિષય ચારિત્રાચારના અંગભૂત છે. તપાચારમાં તપનુ સર્વાગી સ્વરૂપ અંકિત કરવામાં આવ્યું છે, વીર્યાચારમાં પણ બાલવીર્ય, પંડિતવીર્ય આદિના આગમગત સઘળા સંદર્ભો એક જ ગ્રંથરત્નાકરમાં સંગ્રહીત છે. પ્રસ્તુત ગ્રન્થમાં ઉક્ત પાંચ આચાર વિષયક આગમોમાં જ્યાં જ્યાં જે જે પાઠો/ સંદર્ભો મળે છે તે વિષયક્રમે સંકલિત કરવામાં આવ્યા છે, તથા તેમનો સરળ ગુજરાતી અનુવાદ પણ આપવામાં આવ્યો છે. ટિપ્પણોમાં ઉક્ત પાઠો સાથે મળતાં આગમોનાં અન્ય પાઠો તુલનાત્મક દૃષ્ટિએ આપ્યા છે તથા ટીકા, ચૂર્ણ, ભાષ્ય આદિના આધારે તેમની વિશદ સમજુતી પણ આપવામાં આવી છે. ' આગમ સાહિત્યનું આ પ્રકારનું સુવ્યવસ્થિત સંકલન ઈતિહાસમાં પ્રથમવાર થયું છે. વાચકને સેંકડો ગ્રંથો ઉથલાવવાના બદલે એક જ ગ્રંથમાં સંપૂર્ણ વિષયનું વ્યવસ્થિત તથા પ્રામાણિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. આ અત્યંત શ્રમસાધ્ય, માનસિક એકાગ્રતા તથા સતત અધ્યયન અનુશીલન દ્વારા નિષ્પન્ન ગ્રંથનાં સંપાદક છે - અનુયોગ- પ્રવર્તક ઉપાધ્યાય- પ્રવર પં. રત્ન મુનિશ્રી કલૈયાલાલજી મ. 'કમલ’ જ્ઞાનની ઉત્કટ અગાધ પિપાસા લઈને અહર્નિશ જ્ઞાનારાધનામાં તત્પર, જાગરૂક પ્રજ્ઞા, સર્મગ્રાહિણી. મેધા, શબ્દ અને અર્થની તલસ્પર્શી ઊંડાઈ સુધી પહોંચીને નવા નવા અર્થનું અનુસંધાન અને વિશ્લેષણ કરવાની ક્ષમતા - આ પરિચય છે ઉપાધ્યાયપ્રવર મુનિશ્રી કન્વેયાલાલજી મ. 'કમલ’નો. | સાત વર્ષની નાની વયમાં વૈરાગ્ય જાગૃત થતાં ગુરુદેવ પૂજ્ય શ્રી ફતેહચંદજી મહારાજ તથા પ્રતાપચંદજી મ. ના સાનિધ્યમાં અઢાર વર્ષની ઉમરે દીક્ષા- ગ્રહણ, આગમ, વ્યાકરણ, કોશ, નાયતથા સાહિત્યના વિવિધ અંગોનું ગંભીર અધ્યયન અને અનુશીલન. આગમોની ટીકાઓ, ચૂર્ણ, ભાષ્ય સાહિત્યનું વિશેષ અનુશીલન. e પછી અનુયોગ શૈલીથી વર્ગીકરણનો ભીષ્મ સંકલ્પ. 30 વર્ષની ઉંમરે અનુયોગ-વર્ગીકરણ કાર્ય પ્રારંભ. બીજરૂપે પ્રારંભ કરેલ અનુયોગ કાર્ય આજ અનુયોગના 9 વિશાળ ભાગોમાં લગભગ 7 હજાર પૃષ્ઠોની મુદ્રિત સામગ્ન રૂપે વિશાળ વટવૃક્ષની માફક શ્રુતસેવાના કાર્યમાં અદ્વિતીય અનુપમ કીર્તિમાન બની ગયું છે. Re : ગુરુદેવના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ : જન્મ : વિ.સં.૧૯૭૦ ચૈત્ર સુદી -9 (રામનવમી) જન્મ સ્થળ : કેકીન્દ (જસનગર), રાજસ્થાન. પિતા : શ્રી ગોવિંદસિંહજી રાજપુરોહિત માતા : શ્રી યમુનાદેવી દીક્ષાતિથિ : વિ.સં. 1988, વૈશાખ સુદી -6, દીક્ષાસ્થળ : ધર્મવીરો-દાનવીરોની નગરીસાંડેરાવ (રાજસ્થાન) દીક્ષાદાતા : ગુરુદેવશ્રી ફતેહચંદજી મ. તથા શ્રી પ્રતાપચંદ મ. શ્રમણસંઘ વરિષ્ઠ ઉપાધ્યાય પદ : પોષ સુદ 14 સંવત 2049 સમ્પર્ક : આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ-૧૩ www.mbrary.org

Loading...

Page Navigation
1 ... 628 629 630