________________
सूत्र २३७२
रस आसक्ति निषेध
वीर्याचार ४४७
રસની ઈચ્છાનો અનુગામી અનેક પ્રકારે ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાની રસતૃપ્તિને જ મુખ્ય માનનાર તે કિલષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે तेवोने संतापेछ, पाउछ.
રસમાં અનુરક્તિ અને મમત્વને કારણે રસઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સન્નિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં ? તેને ઉપભોગને વખતે પણ તૃપ્તિ મળતી નથી.
રસમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત વ્યક્તિ સંતોષ પામતો નથી. તે અસંતોષના દોષને લીધે દુઃખી થાય છે, લોભથી વ્યાકુળ થઈ ને બીજાની રસમય વસ્તુઓ ચોરે છે.
રસ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃણાથી પરાજિત વ્યક્તિ બીજાની વસ્તુઓ લઈ લે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે અને તે દુઃખથી મુક્ત થતો નથી.
रसाणुगासाणुगए य जीवे,
चराचरे हिंसइ णेगरुवे चित्तेहिं ते परितावेइ बाले,
पीलेइ अत्तगुरु किलिडे ।। रसाणुवाएण परिग्गहेण,
उप्पायणे रक्खणसन्निओगे । वए विओगे य कह सुहं से,
संभोगकाले य अतित्तिलाभे ।। रसे अतित्ते य परिग्गहे य,
सत्तोवसत्तो न उवेइ तुढेि । अतुट्टिदोसेण दुही परस्स,
लोभाविले आययई अदत्तं ।। तण्हाभिभूयस्स अदत्तहारिणो,
रसे अतित्तस्स परिग्गहे य । मायामुसं वड्ढइ लोभदोसा,
तत्थावि दुक्खा न विमुच्चई से ।। मोसस्स पच्छा य पुरत्थओ य,
पओगकाले य दुही दुरन्ते । एवं अदत्ताणि समाययन्तो,
फासे अतित्तो दुहिओ अणिस्सो ।। रसाणुरत्तस्स नरस्स एवं,
कत्तो सुहं होज्ज कयाइ किंचि ? तत्थोवभोगे वि किलेसदुक्खं,
निव्वत्तई जस्स कएण दुक्खं ।। एमेव रसम्मि गओ पओसं,
उवेइ दुक्खोहपरम्पराओ । पदुट्ठचित्तो य चिणाइ कम्म,
जं से पुणो होइ दुहं विवागे ।। रसे विरत्तो मणुओ विसोगो,
एएण दुक्खोहपरम्परेण । न लिप्पई भवमझे वि सन्तो, जलेण वा पोक्खरिणीपलासं ।।
-उत्त. अ. ३२, गा. ६१-७३
प
જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય હોય છે. આમ રસમા અતૃપ્ત થઈને ચોરી કરનાર દુઃખી અને આશ્રયહીન બને છે.
આમ રસમાં અનુરક્ત પુરુષને કયાં, કયારે અને કેટલું સુખ મળે છે ? જેને મેળવવા માટે વ્યક્તિ આટલું દુઃખ વેઠે છે, તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ હોય છે.
એવી જ રીતે જે રસ તરફ દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર દુ:ખની પરંપરા પામે છે. કૅપયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે, તે જ પરિણામે દુઃખનું કારણ બને છે
રસમાં વિરકત માણસ શોકરહિત બને છે. તે સંસારમાં રહેવા છતાં લિપ્ત થતો નથી, જેમ તળાવમાં કમળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org