________________
४२६
चरणानुयोग
1
नो तासु चक्खु संधेज्जा, नो वि य साहसं समभिजाणे नो सद्धियं पि विहरेज्जा, एवमप्पा सुरक्खिओ होइ ।।
- ૨
स्त्री परीषह
आमंतियं ओसवियं वा, भिक्खु आयसा निमंतेति । एताणि चेव से जाणे, सद्दाणि विरूवरूवाणि ।।
मणबंधणेहिं णेगेहिं, कलुणविणीयमुवगसित्ताणं । अदु मंजुलाई भासंति, आणवयंति भिन्नकहाहिं ।।
सीहं जहा व कुणिमेणं, णिब्भयमेगचरं पासेणं । एवित्थिया उबंधंति, संवुडं एगतियमणगारं ।।
अह तत्थ पुणो नमयंति, रहकारुव्व णेमिं आणुपुव्वीए । बद्धे मिए व पासेणं, फंदते वि ण मुच्चती ताहे ।।
સૂર્ય. સુ. શ્, ૩. ૪, ૩. ૧, ના. ?-૨
सुतमेयमेवमेगेसिं, इत्थीवेदे त्ति हु सुअक्खायं । एवं पि ता वदित्ताणं, अदुवा कम्मुणा अवकरेंति ।।
अन्नं मणेण चिंतेंति, अन्नं वायाइ कम्मुणा अन्नं । तम्हाण सद्दहे भिक्खु, बहुमायाओ इत्थिओ णच्चा ||
Jain Education International
जुवती समणं बूया, चित्तलंकारवत्थगाणि परिहेत्ता । विरता चरिस्सहं लूहं, धम्ममाइक्खणे भयंतारो ।। अदु साविया पवादेण, अहगं साधम्मिणी य समणाणं । जतकुम्भे जहा उवज्जोती, संवासे विदू विसीएज्जा ।।
सूत्र २३३८ સાધુ તે સ્ત્રીઓ ઉપર દૃષ્ટિ ન કરે અને દુષ્કૃત્ય કરવાનો સ્વીકાર ન કરે. તેમની સાથે વિહાર ન કરે. આ પ્રમાણે સાધુનો આત્મા સુરક્ષિત રહે છે. સ્ત્રીઓ સાધુને સંકેત કરીને અને વાર્તાલાપ વડે વિશ્વાસ ઉત્પન્ન કરીને ભોગ ભોગવવા નિમંત્રણ આપે છે. પરંતુ સાધુ તે શબ્દોને વિવિધ પ્રકારનાં પાશબંધન સમજી સ્વીકાર ન કરે.
સ્ત્રીઓ સાધુના ચિત્તને હરવા માટે અનેક ઉપાય કરે છે. તે કરુણ વાક્યો બોલીને વિનીતભાવ દેખાડી સાધુ પાસે આવે છે તથા મધુર ભાષણ કરીને કામ સંબંધી આલાપ દ્વારા સાધુને પોતાને વશ કરે છે.
જેમ શિકારી એકાકી નિર્ભય વિચરનાર સિંહને માંસનું પ્રલોભન આપી પાશમાં બાંધી લે છે. તે પ્રમાણે સ્ત્રીઓ સંવૃત્ત અણગારને પોતાની મોહજાળમાં ફસાવી દે છે.
જેમ ૨થકાર પૈડાના આરાને અનુક્રમે નમાવે છે તે પ્રમાણે સ્ત્રીઓ સાધુને પોતાને વશ કરીને પોતાના ઈષ્ટ અર્થમાં ઝૂકાવી દે છે. જેમ પાશમાં બંધાયેલ મૃગ ઉછળવા કૂદવા છતાં પણ છૂટી શકતો નથી તેમ સાધુ પણ સ્ત્રીના પાશમાં બંધાયા પછી છૂટી શકતો નથી.
લોકશ્રુતિમાં સાંભળવામાં આવ્યું છે અને સ્ત્રીવેદ (કામશાસ્ત્ર) માં પણ કહ્યું છે કે-સ્ત્રીઓ "હવે હું આવું કરીશ નહિં”. એવું બોલીને પણ અપકાર કરે છે.
સ્ત્રીઓ મનમાં બીજું વિચારે છે, વાણીથી બીજું કહે છે અને કાર્યમાં વળી બીજું જ કરે છે. માટે સાધુ ઘણી માયા કરનારી સ્ત્રીઓને જાણીને તેમના પર વિશ્વાસ ન કરે.
કોઈ યુવતી વિચિત્ર વસ્ત્રાલંકાર પહેરીને સાધુ પાસે આવીને કહે છે કે-ભયથી બચાવનાર સાધુ! હું વિરક્ત બનીને સંયમ પાળીશ માટે મને ધર્મ કહો”. અથવા શ્રાવિકા હોવાથી સાધુની સાધર્મિણી છું’. એવું કહીને સ્ત્રીઓ સાધુ પાસે આવે છે. જેમ અગ્નિ પાસે લાખનો ઘડો પીગળવા લાગે છે તે પ્રમાણે સ્ત્રી-સંસર્ગથી વિદ્વાન પુરુષ પણ સંયમથી શિથિલ થઈ જાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org