________________
(૨) અનુમાનિત દોષ : અલ્પ પ્રાયશ્ચિત્ત કે દંડ મળે તે કારણે પોતાને દુર્બલ, રોગગ્રસ્ત આદિ બતાવીને આલોચના કરવી તે અનુમાનિત દોષ છે.
(૩)અદૃષ્ટદોષ ઃ ગુરૂ અથવા અન્ય કોઈએ જે અપરાધ જોઈ લીધો હોય તેની આલોચના કરવી અને અદષ્ટ દોષોની આલોચના ન કરવી તે અદૃષ્ટ દોષ છે.
(૪) બાદરદોષ : મોટા દોષોની આલોચના કરે અને નાના-નાના દોષોની આલોચના ન કરે તે બાદરદોષ છે.
(૫) સૂક્ષ્મદોષ : નાના-નાના દોષથી આલોચના કરે. અને મોટો દોષ છૂપાવે તે સૂક્ષ્મદોષ છે.
(૬)છન્ન દોષ : ગુરૂ બરાબર સાંભળી પણ ન શકે તેવી
રીતે આલોચના કરે તે છન્ન દોષ છે. કેટલાય વિદ્વાનોના
ન
મતાનુસાર, આચાર્ય સમક્ષ મેં આ દોષ કર્યો એમ ન કહે પરંતુ કોઈ પણ બહાને તે દોષનું પ્રાયશ્ચિત્ત જાણી લે અને પછી પોતે જ તેનું પ્રાયશ્ચિત્ત લઈ લે તે છન્ન દોષ છે.
(૭) શબ્દાકુલિત દોષ : કલહપૂર્ણ વાતાવરણમાં આલોચના કરવી કે જેથી આચાર્ય પૂરા શબ્દો સાંભળી પણ ન શકે. આ શબ્દાકુલિત દોષ છે. બીજા શબ્દોમાં ભીડભાડ અને વ્યસ્તતાના સમયે ગુરૂ સમક્ષ આલોચના કરવી તે દોષપૂર્ણ મનાય છે.
(૮) બહુજન દોષ ઃ એક જ દોષની અનેક લોકો સમક્ષ આલોચના કરવી અને તેમાંથી જે સૌથી થોડો દંડ કે પ્રાયશ્ચિત્ત
આપે તેનો સ્વીકાર કરવો તે બહુજન દોષ છે.
(૯) અવ્યક્ત દોષ : દોષોને સ્પષ્ટ ન કહીને તેની આલોચના કરવી તે અવ્યક્ત દોષ છે.
(૧૦) તત્સેવી દોષ ઃ જે વ્યક્તિ પોતે જ દોષોનું સેવન કરનારા છે તેની સમક્ષ દોષોની આલોચના કરવી તે તત્સેવી દોષ છે. કારણ કે જે વ્યક્તિ સ્વયંદોષનું સેવન કરનાર છે તેને બીજાને પ્રાયશ્ચિત્ત આપવાનો અધિકાર નથી અને બીજું એવા વ્યક્તિ ઉચિત પ્રાયશ્ચિત્ત પણ નથી આપી શકતા.
આ રીતે આપણે જોયું કે જૈનાચાર્યોએ આલોચનાના સંદર્ભમાં તેનું સ્વરૂપ આલોચના કરનાર તથા સાંભળનારની પાત્રતા અને તેના દોષો પર ઊંડાણથી વિચાર કર્યો છે. આ બાબતની વિસ્તૃત ચર્ચા નિશીથ આદિમાં મળે છે. પાઠકોને ત્યાં
જોઈ લેવાની ભલામણ કરાય છે.
આલોચના યોગ્ય કાર્ય : જીતકલ્પ અનુસાર જે પણ ક૨વાલાયક અર્થાત્ આવશ્યક કાર્ય છે તે તીર્થંકરો દ્વારા સંપાદિત
સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ
હોવાથી તો નિર્દોષ જ છે. પરંતુ છદ્મસ્થ શ્રમણો દ્વારા આ કાર્યની વિશુદ્ધિ માત્ર આલોચનાથી જ મનાય છે. જીતકલ્પમાં કહ્યું છે કે- 'આહારાદિનું ગ્રહણ, ગમનાગમન, મલમૂત્ર વિસર્જન, ગુરુવંદન આદિ સર્વે ક્રિયાઓ આલોચના યોગ્ય છે.૧ તેને આલોચના યોગ્ય માનવાનું તાત્પર્ય એ છે કે સાધક આ વાતનો વિચાર કરે કે તેનાથી આ કાર્યો સજાગતાપૂર્વક અપ્રમત્ત થઈને કરાયાં છે કે નહીં. કારણ કે પ્રમાદના કારણે દોષ લાગવાની શક્યતા છે. આ રીતે આચાર્યથી સો હાથ દૂર જે કાર્યો કરાય છે તે પણ આલોચનાના વિષય મનાય છે. આ કાર્યોની ગુરૂ પાસે આલોચના કરવાથી જ સાધકને શુદ્ધ માનવામાં આવે છે. તેનો ઉદ્દેશ એ છે કે સાધકગુરૂને એ બતાવે કે તેણે ગુરૂથી દૂર રહીને કયાં કયાં કાર્યો કઈ રીતે સંપાદિત કર્યા છે તેની સાથે જ કોઈ
કારણવશ કે અકારણે જ સ્વગણનો પરિત્યાગ કરી પરગણમાં
પ્રવેશ કરવાનો તથા ઉપસંપદા, વિહાર આદિ કાર્યોને પણ આલોચનાના વિષય મનાયા છે. ઈર્યા આદિ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓમાં લાગેલા દોષ સામાન્યતઃ આલોચનાના વિષય છે. જો કે આપણે યાદ રાખવું જોઈએ કે આ બધા દોષજે આલોચનાના વિષય છે, તે દેશ-કાલ-પરિસ્થિતિ અને વ્યક્તિના આધારે પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, પરિહાર,
છેદ આદિના પ્રાયશ્ચિત્ત યોગ્ય પણ હોઈ શકે છે. પ્રતિક્રમણ :
પ્રાયશ્ચિત્તનો બીજો પ્રકાર પ્રતિક્રમણ છે. અપરાધ કે
નિયમભંગને અપરાધના રૂપમાં સ્વીકારી તેનાથી પાછા ફરવું અર્થાત્ ભવિષ્યમાં તેમ નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી તે જ
પ્રતિક્રમણ છે. બીજા શબ્દોમાં અપરાધિક સ્થિતિમાંથી
અનપરાધિક સ્થિતિમાં પાછા આવવું તે જ પ્રતિક્રમણ છે.
આલોચના અને પ્રતિક્રમણમાં અંતર એ છે કે આલોચનામાં અપરાધનું પુનઃ સેવન કરવાનો નિશ્ચય નથી હોતો. જ્યારે પ્રતિક્રમણમાં એમ કરવું આવશ્યક છે.
મન વચન અને કાયાથી જે અશુભ આચરણ કરાય છે અથવા બીજા દ્વારા કરાવાય છે અને બીજા દ્વારા આરિત પાપાચરણનું જે અનુમોદન કરાય છે તે બધાની નિવૃત્તિ માટે ધૃતપાપોની સમીક્ષા કરવી અને ફરી નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી તે પ્રતિક્રમણ છે. આચાર્ય હેમચન્દ્ર પ્રતિક્રમણનું નિર્વચન કરતાં લખે છે કે શુભયોગમાંથી અશુભયોગમાં ગયેલા પોતાના આત્માને પાછો શુભયોગમાં લાવવો તે પ્રતિક્રમણ છે. આચાર્ય હેમચન્દ્રજીએ પ્રતિક્રમણની વ્યાખ્યા કરતાં આ ત્રણ અર્થનો નિર્દેશ કર્યો છે. (૧) પ્રમાદવશ સ્વસ્થાનથી પ૨સ્થાન (સ્વધર્મથી
પરધર્મ) માં ગયેલા સાધકનું પુનઃ સ્વસ્થાનમાં આવી જવું તે પ્રતિક્રમણ છે. અપ્રમત્ત ચેતનાનું સ્વ-ચેતનાકેન્દ્રમાં સ્થિત
(૧) જીત કલ્પ – ૬, જુઓ - જીતકલ્પ ભાષ્ય ગાથા - ૭૩૧ - ૧૬૧૦ (૨) યોગશાસ્ત્ર - સ્વોપજ્ઞવૃત્તિ - ૩
Jain Education International
For Private75Personal Use Only
www.jainelibrary.org