________________
६२ चरणानुयोग - २
सामाइय फलं
૧૭૨.
૫. સામાાં મતે ! નીવે નિળયરૂ ? उ. सामाइएणं सावज्जजोगविरइं जणय ।
संजमाराहणाए फलं
१७२६. दुक्कराई करेत्ताणं, दुस्सहाई सहेत्तु य । के इत्थ देवलोसु, केई सिज्झति नीरया ।।
खवित्ता पुव्वकम्माई, संजमेण तवेण य । सिद्धिमग्गमणुप्पत्ता, ताइणो परिनिव्वुडे ।।
-૩ત્ત. ૬. ૨૬, મુ. ૨૦
खवेंति अप्पाणममोहंदसिणो,
तवे रया संजम अज्जवे गुणे । धुणंति पावाई पुरेकडाई,
नवाई पावाई न ते करेंति ।।
ओवसंता अममा अकिंचणा,
-૧. . ૨, ૨. ૨૪-૧
उउप्पसन्ने विमले व चंदिमा,
तविज्जविज्जाणुगया जसंसिणो ।
Jain Education International
सामायिक फल
सिद्धि विमाणाई उवेंति ताइणो ।।
-સ. ૬. ૬, . ૬૭-૬૮
एते ओघं तरिस्संति, समुद्दं य ववहारिणो । जत्थ पाणा विसण्णासी, किच्चंती सयकम्मुणा ।।
तं च भिक्खू परिणाय, सुव्वते समिते चरे । मुसावायं च वज्जेज्जा, अदिण्णादाणं च वोसिरे ।। उड्ढमहे तिरियं वा, जे केई तस - थावरा । सव्वत्थ विरति कुज्जा, संति निव्वाणमाहितं ।। -સૂય. સૂ. ૬, ૬. ૨, ૩, ૪, ગા. ૧૮-૨૦ प. जे इमे भंते! अज्जत्ताए समणा निग्गंथा विहरंति, एते णं कस्स तेयलेस्सं वीयीवयति ?
सूत्र १७२५-२६
સામાયિકનું ફળ :
૧૭૨૫. પ્ર. ભંતે! સામયિકની આરાધનાથી જીવને શું મળે છે ? ઉ. સામાયિકથી જીવ સાવદ્ય યોગની પ્રવૃત્તિથી વિરકત થાય છે.
સંયમની આરાધનાનું ફળ :
૧૭૨૬. દુષ્કર ક્રિયાઓ કરીને અને દુઃસહ કષ્ટો સહન કરીને કેટલાક નિર્રન્થો અહીંથી મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તો કેટલાક કર્મરજથી સર્વથા રહિત થઈને સિદ્ધ થાય છે.
સંયમ અને તપ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરીને અને મોક્ષ માર્ગ પ્રાપ્ત કરીને છ કાયના રક્ષક સાધુઓ નિર્વાણને પામે છે.
મોહ રહિત, તત્ત્વને જોનારા અને સંયમ, સરલતા તથા તપમાં ૨ક્ત નિગ્રંથો પૂર્વે કરેલા પાપોનો નાશ કરે છે અને નવા પાપોનું ઉપાર્જન કરતા નથી. એવા મુનિઓ શુદ્ધ આત્મસ્વરૂપને પામી જાય છે.
હંમેશા ઉપશાંત, મમતા રહિત, અપરિગ્રહી આધ્યાત્મિક વિદ્યાને પ્રાપ્ત થયેલા, યશસ્વી તથા છકાયના જીવોનું પોતાની સમાન રક્ષણ કરનારા સંયમીઓ શરદ ઋતુના નિર્મળ ચંદ્રમાની સમાન કર્મફળથી વિશુદ્ધ થઈને મુક્તિને પ્રાપ્ત કરે છે અને (કર્મશેષ રહી જાય તો) વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે.
સંસારરૂપ પ્રવાહમાં પડેલા પ્રાણીઓ પોતાનાં કર્મોથી દુઃખી થાય છે. જેમ વ્યાપારી હોડી દ્વારા સમુદ્રને પાર કરે છે, તેમ સાધુ સંસારરૂપ સાગરને પાર કરે છે. સુવ્રતવાન્ સાધુ અનુકૂળ અને પ્રતિકૂળ પરિષહોને જાણીને સમિતિપૂર્વક વિચરે. તે મૃષાવાદનો ત્યાગ કરે અને અદત્તાદાન આદિનો ત્યાગ કરે. ઉર્ધ્વદિશા, અધોદિશા અને તિરછી દિશામાં જે કોઈ પણ ત્રસ સ્થાવર જીવો છે તેઓની હિંસાનો ત્યાગ કરવો જોઈએ. એમ કરવાથી શાંતિ તથા નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે.
પ્ર. ભંતે ! જે આ શ્રમણ નિગ્રંથો પાપકર્મથી નિવૃત્ત થઈ ગયેલાં છે. તેઓ કોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org