________________
ભાષાસમિતિ : જૈનાચાર્યોએ સમિતિઓમાં ભાષા સમિતિનું પાલન અતિ કઠિન કહ્યું છે. માટે તેના પાલનમાં વિવેકની અત્યધિક આવશ્યકતા છે. આચારાંગ અને દસવૈકાલિક સૂત્રના આધારે એ સમજાવ્યું છે કે ક્યારે વચનપ્રયોગ કરવો. અને ક્યારે ન કરવો. કઈ રીતે કરવો અને કઈ રીતે ન કરવો.
આ પ્રકરણના પ્રારંભમાં ભાષાના વિકારોનું કથન કરીને તેનું સ્વરૂપ પ્રજ્ઞાપનાસૂત્રના આધારે બતાવ્યું છે. સાવદ્યભાષા, નિશ્ચયભાષા આદિ ભાષાઓનો નિષેધ એવં પ્રજ્ઞાપક આદિ ભાષાઓનું વિધાન કરાયું છે.
દાનસંબંધી ભાષાના સાવદ્ય અને નિર્વદ્યની ચર્ચા એવં તેમાં સાધુને તટસ્થ રહેવાનો વિવેક, સંખડી એવં નદી આદિને જોઈને બોલવાનો વિવેક બતાવી ભાષા સંબંધી અનેક પ્રાયશ્ચિત્તોનું વિધાન કરાયું છે.
એષણા સમિતિ : આ પ્રકરણની અંદ૨ (૧) પિંડેષણા, (૨) પાણેષણા (૩) શય્યષણા (૪) વસ્ત્રષણા (૫) પાત્રૈષણા (૬) રજોહરણૈષણા (૭) પાદપોંછણૈષણા આદિ વિભાગ છે. (૧) પિંડૈષણામાં મધુકરી વૃત્તિ, મગૃચર્યા, કાપોતવૃત્તિ, અદીનવૃત્તિ આદિથી એષણાઓનું મહત્ત્વ અને ઉપમાયુક્ત ચૌભંગી છે.
આહાર, વિગય, એષણા, ભિક્ષા, ગોચર્યાદિના ભેદોનું નિરુપણ છે. તદનંતર ગવેષણ વિધિ અને ગવેષણની યોગ્યતાનું કથન કરીને પારિવારિકજનોને ત્યાં ભિક્ષાર્થ જવું કે ન જવું તેનું સ્પષ્ટીકરણ કરાયું છે.
ભિક્ષાચર્યાના ઘરોનું અને તેમાં પ્રવેશ કરવાનો તથા આત્મ વિધાનોનું સૂચન ઉદ્દગમ, ઉત્પાદના એવં એષણાના દોષોનું અલગ અલગ વિસ્તૃત વર્ણન, નિર્દોષ આહાર ગ્રહણ કરવાનો વિવેક એવં નિર્દોષવિધિથી તે ખાવું ઈત્યાદિ એષણા સમિતિના મહત્ત્વપૂર્ણ અંગોનું કથન છે. પૂર્વાચાર્યોએ બતાવ્યું છે કે સમુદ્રને પાર કરવા સમાન ગવેષણા છે અને કોચક આદિથી યુક્ત કિનારાને પાર કરવા સમાન પરિભોગેષણા છે. આહાર કરવાનાં છ કારણ અને નહીં કરવાનાં છ કારણને ધ્યાનમાં રાખીને રાગ-દ્વેષથી રહિત થઈ ઉચિત વિધિથી વિવેકપૂર્વક ઉદરપૂર્તિ માટે આહાર કરાય છે.
એષણાના મુખ્ય ૪૭ દોષોના સ્પષ્ટીકરણની સાથે શય્યાતરપિંડ, રાજપિંડ આદિની વિસ્તૃત ચર્ચા થઈ છે.
( ૨ ) પાણેણાના વર્ણનમાં અનેક પ્રકારના અચિત જલોનું વર્ણન છે. આગમોમાં અચિતજલોની સંખ્યા નિશ્ચિત નથી કરાઈ પરંતુ કેટલાક નામ ઉદાહરણના રૂપમાં કહીને અનેક અચિત પાણી ગ્રહણ કરવાની સૂચના કરાઈ છે. આગમોમાં આવેલા પાણીના નામોની સ્પષ્ટતા કરીને કલ્પનીય, અકલ્પનીય પાણીને
Jain Education International
સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ વિભાજીત કરાયેલ છે. સાથોસાથ શુદ્ધોદક અને ગરમપાણીની ચર્ચા કરી તેના અંતરને પણ સ્પષ્ટ કરેલ છે.
ઠાણાંગસૂત્ર અને કલ્પસૂત્રના આધારથી તપસ્યામાં પણ વિવિધપ્રકારના ધોવણ પાણીને ગ્રાહ્ય કહ્યા છે. દાતાની અનુજ્ઞાથી સ્વયં પોતાના હાથે પાણી ગ્રહણ ક૨વાની વિધિ પણ બતાવી છે. અંતમાં તત્કાળ બનેલા ધોવણના પાણીને લેવાનું પ્રાયશ્ચિતનું વિધાન છે. અર્થાત્ ધોવણ પાણી નિષ્પન્ન થવાના થોડા સમયબાદ (ઘડી-અંતમુહૂર્ત) તેને ગ્રહણ કરવું કલ્પે છે.
(૩) શયૈષણા આહાર પાણીની ગવેષણાની સાથેસાથે મકાનની ગવેષણાનું પણ મહત્ત્વ છે. સંયમ, શરીર, સ્વાધ્યાય એવં પરિષ્ઠાપન આદિની સુવિધાથી યુક્ત તથા ચિત્તની એકાગ્રતાને યોગ્ય ઉપાશ્રય હોવો આવશ્યક છે. ધાન્ય, ખાદ્ય પદાર્થ, જલ, અગ્નિ, સ્ત્રી આદિથી યુક્ત ઉપાશ્રયનો નિષેધ અને કેટલાક અપવાદિક વિધાન પણ છે.
ઔદેશિક આદિ દોષ એવં અનેકપ્રકારના પરિકર્મદોષયુક્ત મકાનોની ચર્ચા કરતાં એણીય તથા અનેષણીય ઉપાશ્રયોનું વર્ણન છે.
ગૃહસ્થોના ઘરોમાં રહેવાથી થવાવાળા દોષોની સંભાવના વ્યક્ત કરાઈ છે.
ભયથી અસુરક્ષિત ઉંચાસ્થાનો પર, પાણીયુક્ત નદી આદિના કિનારે થોડી ઉંચાઈવાળા ઘાસના ઝૂંપડામાં રહેવાનો નિષેધ છે.
ચાતુર્માસકાળ નજીક આવે ત્યારે કેવા ગામ આદિમાં રહેવું એ વિષયનું સ્પષ્ટીકરણ છે, વળી એકાંકી બહુશ્રુતભિક્ષુને રહેવાના સ્થાનની ચર્ચા પણ છે. તદ્દનંતર પાંચ પ્રકારના અવગ્રહોનું કથન એવં અનેક પ્રકારના અવગ્રહોનો ઉલ્લેખ કર્યો છે. સંયમ સાધનાકાળમાં પ્રાપ્ત મનોનુકૂલ કે પ્રતિકૂલ શય્યામાં સમભાવ રાખવાનો ઉપદેશ છે. ત્યારબાદ અંતમાં સંસ્તા૨ક એવું ઉપાશ્રય સંબંધી વિવિધ પ્રાયશ્ચિતોની ચર્ચા છે.
(૪-૫) વસ્ત્રષણા- પાત્રૈષણા : શરીરના સંરક્ષણ માટે રાખવામાં આવતાં વસ્ત્રોની એવં પાત્રોની જાતિનો ઉલ્લેખ કરીને એમ કહ્યું છે કે- "તરુણ સ્વસ્થ મુનિ તેમાંથી એક-એક જાતિનાં વસ્ત્ર અને પાત્ર જ ધારણ કરે.” આ વિષયમાં અર્થભ્રમથી સંખ્યાની અપેક્ષાએ એક જ વસ્ત્ર કે પાત્રના નિયમની કલ્પના કરાય છે. જે ગૌતમ સ્વામીના પાત્રવર્ણન કે અન્યસૂત્રોના પાત્રવર્ણનથી મેળ નથી ખાતો.
વસ્ત્રોની અને પાત્રોની વિવિધ ગવેષણા વિધિનો ઉલ્લેખ કરીને સાથે જ એ પણ બતાવ્યું છે કે ક્યારેક દાતા પછી આવવાનો સંકેત કરે કે આધાકર્મી આહાર પાણી યુક્ત-પાત્ર આપે તો ન લેવું, પૂર્ણ નિર્દોષ વસ્ત્રપાત્ર પણ લેતી વખતે સારી રીતે For Private G3ersonal Use Only
www.jainelibrary.org