________________
(૧૩) નામે પુત્ર સ્વભાવે જ નિષ્કર છે. તેઓ વનાવસ્થા પામ્યા. એટલે તેના પિતાએ શ્રેષ્ઠ કન્યાઓ તેમને પરણાવી. તે બંને નિરંતર રાજ સેવા કરવા લાગ્યા. રાજાએ પણ તેમના સ્વભાવ ઓળખ્યા, તેથી રાજાને યાદેવ ઉપર વધારે પ્રીતિ થઈ.
અન્યદા તે રાજાના મહિધર નામના સેનાનીની મનસુંદરી નામની કન્યા શિવદેવે દીઠી. જોતાંજ તેના રૂપથી મેહપામેલે તે શુન્ય ચિત્તવાળે થઇને ઘરે ગયે. તેને એ શુન્ય થઈ ગયેલ દેખીને તેના પિતાએ આગ્રહ પૂર્વક તેનું કારણ પૂછયું, એટલે તેણે કહી બતાવ્યું. પછી તરત જ મંત્રીએ તે કન્યાની યાચના કરવા માટે સેનાની પાસે પોતાના માણસને મોકલ્યો. તેણે જઈને યાચના કરી એટલે સેનાની અંજલી જેડીને બોલ્યો–આ વાત બહુજ સુંદર છે, પરંતુ મેં એ કન્યા પ્રથમ નંદિધેલ નામના સંધિ. પાળના પુત્રને આપેલી છે. હજુ પણ જે કોઈપણ કારણથી તે મારી પુત્રીને પરણશે નહીં તે હું જરૂર એ કન્યા શિવદેવને પરણાવીશ. આ પ્રમાણેની વાત મત્રીસેવકે આવી મંત્રીને કહી, તે સાંભળીને મંત્રીપુત્ર શિવદેવ કામને કેની તીવ્ર બાધાવડે માઠા ચિત્તવાળ થઈ ગયો.
આ હકીકત સાંભળીને નંદિઘોષ મદન સુંદરીને પરણવામાં વિશેષ આદરવાળે અફને પરણવા માટે સેનાનીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com