________________
(૩૦)
આ પ્રમાણે તે મુનિરાજનું વૃત્તાંત સાંભળીને પરશુરામ રંજીત થયો અને તરત જ તેમની પાસે ત્રીજું અસુત્રત અંગીકાર કર્યું. સાધુએ શિખામણ આપી-“હે ભદ્ર! તે આ વ્રત અંગીકાર કર્યું છે તો હવે તેને કિંચિત પણ અતિચાર લગાડીશ નહીં. તેણે તે પ્રમાણે કબુલ કર્યું. પછી મુનિરાજને નમીને પરશુરામે નગરમાં પ્રવેશ કર્યો અને જયદેવ નામના વણિકની દુકાને જઈને બેઠે દરરોજ તેની દુકાને આવીને બેસવાથી તેની સાથે વિશેષ પરિચય થયો. એકદા બંને જણ સાથે પુકરણી (વાવ) માં સ્નાન કરવા ગયા. શેઠના હાથમાંથી જળકીડા કરતાં કરતાં વાવ ઉપર વીંટી નીકળી પડી. પરંતુ તેની કાંઇ ખબર રહી નહીં અને તે તો સ્નાન કરીને પોતાના કર તરફ ચાલ્યો ગયો. પરશુરામ પાછળ રહેલો તેણે તે વટી : દીઠી એટલે તેણે લીધી અને શેઠને આપવા ચાલ્યો તેવામાં વીંટી પડી ગયેલી જાણુને વિષાદ પામેલા શેઠ સામા મળ્યા. તેને આતુરપણે આવતાં જે પરશુરામે કહ્યું-“તમારી વીંટી મને જડી છે;” એમ કહીને તેમને અર્પણ કરી. શ્રેષ્ઠીએ વીંટી મળવાથી બહ તુષ્ટમાન થઈને તેને પૂછ્યું. “તને આ વીટી કયાંથી પ્રાપણે થઈ ?પર શુરામે કહ્યું-વાવના કિનારા પાસે પડી હતી ત્યાંથી મારે હાથ આવી છે. આ પ્રમાણે હકીકત સાંભળી તેને પરદ્રવ્યમાં સ્પૃહા રહિત જાણે જયદેવે તેની બહુજ પ્રશંસા કરી અને કહ્યું- “તમારી જેવાથી જ આ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com