________________
( ૧૦ ). પૂર્વ વૃત્તાંત સર્વ પિતાની સ્ત્રીને નિવેદન કર્યો અને તેની અનુજ્ઞા મેળવીને પુષ્કળ ક્રિયાણું લઈ તે પોતાના નગર તરફ ચાલ્યો. માર્ગમાં તેને કયવિજ્ય કરતા તેણે બે કેટો દ્રવ્ય ઉપાર્જન કર્યું. એ દર વીશ કેટી દ્રવ્ય મેળવીને આવેલા તે પવનંજયને વર્ષ રાજાએ મહત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું,
અનુક્રમે અનંગ ત્રયોદશીને દિવસ નજીક આવ્યું એટલે પવનંયે અથજનને વાંચ્છા ઉપરાંત દ્રવ્ય આઠ દિવસ સુધી પિતાના માણસે પાસે અપાવ્યું. પછી પુષ્કળ ટણું લઈને રાજા પાસે ગયો અને ભેટયું મૂકીને નમઃ સ્કાર કર્યો. રાજાએ તેના પર પ્રસન્ન થઈને તેને શ્રેષ્ઠીપદ આપ્યું. તેથી તેના માતા પિતા ખુશી થયા, યાચકે તેની સ્તુતિ કરવા લાગ્યા અને નગરના લેકે તેના ગુણગ્રામથી ખુશી થયા,
હવે સાગર જે ઉત્તર દિશા તરફ ગયા હતાતેણે મહા કષ્ટ પાંચ હજાર સેનૈયા ઉપાર્જન કર્યા પછી તે વિચારવા લાગે-“મને ધિક્કાર છે ! મેં ધણે કાળે ઘણું અલ્પ દ્રવ્ય ઉપાર્જન કર્યું છે, તથાપિ અનંગ ત્રયોદશી નજીક આવી છે, માટે મારે ધરે જવું તે ખરૂ, પછી ઉપાર્જન કરેલું દ્રવ્ય સાથે લઇ, ઘણી પૃથ્વીનું ઉલ્લંઘન કરીને અનુક્રમે તે પોતાની નગરી પાસે આવી પહોંચે ત્યાં થાકી જ વાથી સૂર્યાસ્ત સમયે નગરીની બહાર એક જગ્યાએ તે સૂતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com