________________
( ૮ ) આ પ્રમાણે રાજાનું કહેણ સાંભળીને પવનંજય હર્ષિત થઈ તત્કાળ પોતાના રથમાંથી ઉતર્યો અને ઉતાવળે દક્ષિણ દિશા તરફ ચાલ્યા. સાગર પણ પિતાના રથ-* માંથી ઉતરીને માઠાં શકનેએ તેને વાર્ય છતાં પણ પવનજયેની ઈર્ષોથી ઉત્તર દિશા સન્મુખ ચા. શુભ શકનેએ પ્રેરેલા પવનંજયે ઉત્સાહથી ચાલતાં ધીમે ધીમે ધણી પૃથ્વીનું અતિક્રમણ કર્યું.
એ સમયમાં કાંચીપુરી નામની નગરીમાં લક્ષ્મીપુર નામને શ્રેષ્ઠી વસતો હતો. તેને જગતમાં મારમ એવી મનોરમા નામની પુત્રી હતી. અન્યદા તેણે કઇ નિમિ. ત્તિઓને બેલાવીને પૂછયું-“મારૂં આયુષ્ય કેટલું છે ? અને મારે પુત્ર ન હોવાથી આ લક્ષ્મીને અને મારી પુત્રીને પતિ કેણુ થવાને છે?” નિમિત્તિએ કહ્યું-આજથી છ માસનું તમારું આયુષ્ય છે. છ માસને અંતે સાત દિવસની મસ્તકની પીડાને ભેગવીને તમે મૃત્યુ પામશા અને આ પુત્રીને તથા તમારી લક્ષ્મીને પરદેશી પુરૂષ સ્વામી થશે.” શ્રેણીએ પૂછયું- અમે તેને કેવી રીતે ઓળખીશું? નિમિત્તિએ કહ્યું-“અહીંથી પાંચ જિન દૂર પુંડરીક નામનું તીર્થ છે, ત્યાં પુંડરીક નામને યક્ષ છે, તેની યાત્રાએ તમે જશે; યાત્રા કરીને પાછા વળતાં ખલિત થયેલા રથમાંથી તમારી જે પુરૂષ રક્ષા કરશે તે પવન નંજય નામને તમારી પુત્રીનો તથા લક્ષ્મીનો સ્વામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com