________________
(૧૧૩) વિશિષ્ટ ભાગ આત્માનુગ્રહની બુદ્ધિથી પૂર્વ કહેલા અતિથિને જે આપવો તે અતિથિસંવિભાગ, તેને વિધિ આ પ્રમાણે-જેણે પિષધ કરેલ છે એવા શ્રાવકે પારણને દિવસે સાધુનો સદુભાવ સતે અવશ્ય અતિથિ વિભાગનું સેવન કરવું, અને પછી પોતે પારણું કરવું મુનિની જોગવાઈ ન હોય તે એને નિયમ સમજવો નહીં.
આ વ્રતના પાંચ અતિચાર છે તે આ પ્રમાણે
૧ તેવા ગ્ય અન્નાદિક વસ્તુ ન આપવાની બુદ્ધિથી અતિક્રમાદિવડે અથવા અનાગે-અજાણતાં સચિત્ત પૃથ્વી પાણી વિગેરેની ઉપર મૂકી દેવી તે સચિત્ત નિક્ષેપણુતા નામે અતિચાર,
૨ એજ પ્રમાણે સચિત્ત વસ્તુથી ઢાંકી દેવું તે સચિત્ત પિધાનતા નામે બીજે અતિચાર,
૩ પિતાનું છતાં, પારકું કહેવું તે પરવ્યપદેશ નામે ત્રીજો અતિચાર,
૪ “શું આના કરતાં હું ન્યૂન છું ? એવા માત્સર્યથી દાન આપવું તે મત્સરિતા નામે ચેાથે અતિચાર.
૫ સાધુની ભિક્ષા વેળાનું અતિક્રમણ કરીને પછી નિમંત્રણ કરવા જવું તે કાળાતિકમ નામે પાંચમે અતિચાર
આ પાંચે અતિચારે જાણીને તજવા. આ વ્રત ઉપર શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં નવિની કથા છે તે આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com