________________
(૧૧૬) મારી નાખ્યા અને વિધાન પ્રગટ કર્યું. કુમાર ચિંતવવા લાગ્યો-“ અરેરે! આ બિચારા તાપસનો પ્રયાસ વૃથા ગયો અને તે મરણ પામ્યો. હવે આ નિધાન મને પ્રાપ્ત થયું છે, પરંતુ તે પિતાને ભેગવવા યોગ્ય છે, મારે બેગવવા પાગ્ય નથી.”
આ પ્રમાણે વિચારીને નરવ તે દેશના રાજા અને પોતાના મામા અવંતિસેનની પાસે ગયો. તેણે તેને ધણે સત્કાર કર્યો. પછી તેણે પૂછયું- તુ એકાકી કયાંથી ?” નરદેવે બધી હકીકત કહી સંભળાવી એટલે અવંતિસેને કહ્યું- હે વત્સ! આ રાજ્ય તું ગ્રહણું કર, હવે વનવાસી થઈશ.” નરદેવ બોલ્યો-“હે દેવ ! રાજ્ય લેવાથી સ! પણ તમે ઉતાવળે આ નિધાન મારા પિતા પાસે
કલાવી આપ.” રાજાએ તે પ્રમાણે કર્યું, એટલે કુમાર ત્યાંથી ચાલી નીકળ્યા.
અનુક્રમે તે ગથિલાવતિ નગરી સમીપે પહેઓ ત્યાં શકાવતારચિત્યમાં પ્રથમાહંત શ્રી ઋષભદેવની પ્રતિમા તેણે દીઠી એટલે પંચાંગ પ્રણામ કરીને તેણે આ પ્રમાણે સ્તવના કરી- હે યુગાદિ જિનાધિશ ! હે નાભિનંદન ! ધર્મ કર્મને ઉપદેશ કરવાથી આખા વિશ્વને અભિનંદન દાતા એવા આપ જ્ય પામે. હે દેવ ! હે મરૂદેવા માતાના અંગરૂપ સારવારમાં હંસ સમાન ! જે પ્રાણી આપને નમસ્કાર કરે છે તે ભવ સમુદ્રમાં પરિભ્રમણ કરતા નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com