________________
(૧૧) ક્ષેમપુરી નામની નગરીમાં સુતારાચંદ્ર નામે સજા ! હતો. તેને પદ્મા'ને રહેવાના સ્થાનભૂત પધ”ની જેવી કે પદ્માવતી નામે રાણી હતી. તેમને બે પુત્ર થયા. પહેલાનું નામ નરદેવ અને બીજાનું નામ દેવચંદ પાડવામાં આવ્યું. તેમાં જયેષ્ઠ પુત્ર બળવાન, દાનેશ્વરી, ભોગી અને કળાનિધિ થયે અને નાના પુત્ર તે કરતાં વિપરિત લક્ષણવાળે
. લઘુ પુત્રને જેને રાજા રિચંતવવા લાગ્યો- આ પુત્રના ભોગ ત્યાગાદિ વર્જત જન્મને ધિક્કાર છે. આ પુત્ર ઐહિક અને આમુમિકસર્વ કાર્ય કરવાને અસમર્થ છે, તેથી એમ જણાય છે કે આ પુત્રે પૂર્વે જરૂર કોઈ મહા દુરંત દુષ્કૃત કરેલું છે, પણ તે વિશિષ્ટ જ્ઞાની વિના સમ્યક પ્રકારે જાણું શકાય તેમ નથી. '
અન્યદા કેષાધ્યક્ષ શ્રી દત્ત આવીને રાજાને જાહેર કર્યું-“હે સ્વામી! આપને ભંડાર થોડા વખતમાં ખાલી થઈ જશે.” રાજાએ કારણ પૂછ્યું, એટલે તેણે કહ્યું-નરદેવ એ દાતાર થયું છે કે દરરોજ કેટલું દ્રવ્ય આપવું તેને કંઇ નિયમ નથી. ” રાજાએ તરતજ નરદેવને બોલાવીને કહ્યું- હું એવો ત્યાગ રૂ૫ ગ્રહથી ગ્રસ્ત થઈ ગયે છે કે આપણે ભંડાર ક્ષય કરવા ઈચ્છે છે એમ જણાય છે. પિતાનાં આવાં વચન સાંભળી નરદેવ વિચારવા લાગે- આવી ભંડાર વૃદ્ધિની ઈચ્છાને ધિક્કાર છે કે જેથી
૧ લક્ષમી. ૨ કમળ. ૩ આ ભવ સંબંધી. ૪ આવતા ભવ સંબંધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com