SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૩) વિશિષ્ટ ભાગ આત્માનુગ્રહની બુદ્ધિથી પૂર્વ કહેલા અતિથિને જે આપવો તે અતિથિસંવિભાગ, તેને વિધિ આ પ્રમાણે-જેણે પિષધ કરેલ છે એવા શ્રાવકે પારણને દિવસે સાધુનો સદુભાવ સતે અવશ્ય અતિથિ વિભાગનું સેવન કરવું, અને પછી પોતે પારણું કરવું મુનિની જોગવાઈ ન હોય તે એને નિયમ સમજવો નહીં. આ વ્રતના પાંચ અતિચાર છે તે આ પ્રમાણે ૧ તેવા ગ્ય અન્નાદિક વસ્તુ ન આપવાની બુદ્ધિથી અતિક્રમાદિવડે અથવા અનાગે-અજાણતાં સચિત્ત પૃથ્વી પાણી વિગેરેની ઉપર મૂકી દેવી તે સચિત્ત નિક્ષેપણુતા નામે અતિચાર, ૨ એજ પ્રમાણે સચિત્ત વસ્તુથી ઢાંકી દેવું તે સચિત્ત પિધાનતા નામે બીજે અતિચાર, ૩ પિતાનું છતાં, પારકું કહેવું તે પરવ્યપદેશ નામે ત્રીજો અતિચાર, ૪ “શું આના કરતાં હું ન્યૂન છું ? એવા માત્સર્યથી દાન આપવું તે મત્સરિતા નામે ચેાથે અતિચાર. ૫ સાધુની ભિક્ષા વેળાનું અતિક્રમણ કરીને પછી નિમંત્રણ કરવા જવું તે કાળાતિકમ નામે પાંચમે અતિચાર આ પાંચે અતિચારે જાણીને તજવા. આ વ્રત ઉપર શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં નવિની કથા છે તે આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034791
Book TitleCharitavali athva Katha Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy