Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 107
________________ જ એ લઈ જ હા પ્રયા ઉપર પણ (૧૦૪) હણાઈ ગયે અને વ્રત ગ્રહણ કરીને બેસવાથી તું બએ. પરંતુ પ્રાત:કાળે સાગરને રાજા જરૂર હણું નાંખશે, માટે તેને બચાવ જઈએ.' પવનંજય છે -“હું પાત:કાળે જરૂર તેને છોડાવીશ પ્રભાતે રાજાની આજ્ઞાથી સાગરને વધ્યભૂમિએ લઈ જવામાં આવ્યુંપરંતુ પવનંજયે રાજા પાસે જઈ વિજ્ઞપ્તિ કરીને મહા પ્રયાસે તેને છોડાવ્યા. તેની ખરેખરી સજજનતા જોઈને લોકો તેના ઉપર ઘણાજ તુષ્ટમાન થયા અને પગે પગે સ્તવાતો તથા સજનોથી પૂજાતે તે પોતાને ઘેર આવ્યું. તેના પિતાએ પણ તેને શાબાશી આપી કહ્યું-“હે વત્સ! તેં બહુ સારી ક્ષમા કરી, ઉપકાર કરવાવડે તેં સાગરને હણી નાંખ્યો અને પોતાની મેળે તારે યશ વૃદ્ધિ પામે એમ કર્યું. જ્યારે પ્રાણુને દીર્ઘ નિદ્રા (મૃત્યુ) પ્રાપ્ત થાય છે ત્યારે સર્વ નષ્ટ થાય છે, પરંતુ આ દેહવડે કરેલું પોતાનું અને પરનું હિત કાયમ રહે છે તે નષ્ટ પામતું નથી.” ત્યાર પછી પવનંજય વિશેષ પ્રકારે ધર્મ કાર્યમાં ઉદ્યભવાન થશે અને સારી રીતે સદ્ધર્મનું આરાધન કરીને અનુક્રમે સ્વર્ગ અને મોક્ષના સુખનો ભાજન થયે. આ પ્રમાણે દશામા વ્રતના સમ્યક પરિપાલનથી પ્રાપ્ત થતાં ઉજવળ સુખને જાણુંને સમસ્ત ગુણના સ્થાનભૂત એ બતના સેવનમાં ભવ્યજનોએ પુરા પ્રયતવાન થવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126