________________
(૧૦૮) માં રહીને પૈષધ કરવા લાગે. અન્યતા પિષધમાં સ્થિત રહેલા જિનદેવને અવધિજ્ઞાન ઉપન્ન થયું, તેથી જ્ઞાનના ઉપરવડે જાણીને તેણે પોતાના નાના ભાઈ ધનદેવને કહ્યું“હે વત્સ! હું જ્ઞાન વડે જાણું છું કે તારું આયુષ્ય માત્ર દશ દિવસનું અવશેષ રહેલું છે, માટે હે બાંધવ! સાવધાન મનવાળે થઇને સ્વાર્થ સાધી લે.'
ધનદેવે તત્કાળ સાવધાન થઇને મહા ઉત્કૃષ્ટ ચિત્ય પૂજા કરી અને દીનજનોને પુષ્કળ દાન આપ્યું. એ પ્રમાણે નવ દિવસ શુભ કાર્યમાં વ્યતીત કરી, દશમે દિવસે સંધને ખમાવી અનશન અંગીકાર કરીને તે બુદ્ધિમાન ધનદેવ તૃણના સંથારાની ઉપર સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર સંતો બેઠે. ક્ષેમદેવ આ હકીકત સાંભળીને ત્યાં આવ્યું અને કહેવા લાગ્યો. “ ગૃહસ્થને સસંગપણું હોવાથી આવું અવધિજ્ઞાન કેમ ઉત્પન્ન થાય? તથાપિ જે તેમના કહેવા પ્રમાણે બનશે તો જ્ઞાનભાનુના ઉદયાચળ સમાન પાષધ શ્રત હું પણ ગ્રહણ કરીશ.” હવે ધનદેવ તે જ દિવસે પંચ નમસ્કાર મંત્ર સ્મરણ કરતો તો મૃત્યુ પામીને બારમે દેથલેકે ઈંદ્રને સામાનિક દેવતા થશે. તેના શરીરને નજીક રહેલા દેવતાઓએ સુગંધી જળની તથા પુષ્પની વૃષ્ટિ વિગેરે કરીને માટે મહોત્સવ કર્યો. આ પ્રમાણેની પ્રત્યક્ષ સ્થિતિ જોઈને ક્ષેમદેવ કાંઈક શ્રદ્ધાળુ છે અને ધર્મનો કામી થઇને જ્યારે ત્યારે પૈષધ કરવા લાગે અન્યદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com